03 September, 2025 10:09 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
શેરાફી જરીવાલા અને પરાગ ત્યાગી
Parag Tyagi NGO: તાજેતરમાં જ ઍક્ટ્રેસ શેરાફી જરીવાલાનું નિધન થયું હતું. તેના નિધન બાદ પતિ પરાગ ત્યાગી ખૂબ જ દુખી રહે છે. ક્યાંક ને ક્યાંક તે પોતાની પત્નીની યાદગીરી માટે પ્રયાસ કરતો પણ જોવા મળે છે. હવે તેણે શેફાલીના નામ પર એનજીઓ ખોલી છે. આ વિષેની જાહેરાત તેણે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર કરી છે. આ એનજીઓ મારફતે જરૂરિયાતમંદ બાળકોના શિક્ષણનો ખર્ચ ઉઠાવાશે અને સાથે જ મહિલાઓને પણ સશકત બનાવવા માટે પણ વિશેષ પ્રયાસો કરવામાં આવશે.
પરાગે આ વિષેની પોસ્ટ (Parag Tyagi NGO)માં જણાવ્યું છે કે- "પરીની યુટ્યુબ ચેનલ દ્વારા ટૂંક સમયમાં આપની સામે આવી રહ્યો છું. મારું ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ શેફાલી જરીવાલા ફાઉન્ડેશન નામના શેફાલીના ફાઉન્ડેશનને સમર્પિત હશે. આ માધ્યમે જે પણ પૈસા આવશે તે પરીના ફાઉન્ડેશનમાં જશે. અમે તમારા પ્રેમ અને આશીર્વાદ માટે ખૂબ આભારી છીએ. બસ અમને આ રીતે પ્રેમ આપતા રહો જેથી અમે શેફાલીનું સપનું પૂરું કરી શકીએ. મારા તરફથી તમને બધાને ઘણો બધો પ્રેમ, પરી અને સિમ્બા.`
પરાગે જે પોસ્ટ (Parag Tyagi NGO) જારી કરી છે તેમાં એક વિડિયો પણ શેર કર્યો છે જેમાં એક પુસ્તક જોવા મળી રહ્યું છે જેના પર શેફાલી જરીવાલા લખવામાં આવ્યું છે. ત્યારબાદ આ પુસ્તક ઓપન થાય છે ત્યારબાદ જરૂરિયાતમંદ બાળકોને મદદ કરવા એક એનજીઓ ખૂલી રહી છે એવી માહિતી શેર કરવામાં આવી છે. ત્યારબાદ શેફાલી જરીવાલા ફાઉન્ડેશન વિશે વાત કરવામાં આવી છે. આ વિડિયોમાં પરાગ ત્યાગી અને શેફાલીની કેટલીક તસવીરો પણ જોવા મળી રહી છે.
જોકે, પરાગની આ પોસ્ટ અને જાહેરાત બાદ ફેન્સ પણ બહુ જ ખૂશ થયા છે અને તેને વધાઈ આપી રહ્યા છે. લોકો આ પોસ્ટ કરવામાં આવેલા વિડિયો પર ઘણી સારી કમેન્ટ લખી રહ્યા છે. એક યુઝર લખે છે કે, "કોઈના ગયા પછી પણ તેને પ્રેમ કરવો એ સાચો પ્રેમ છે અને તમે તે સાબિત કરી બતાવ્યું છે." તો બીજી એક એક વ્યક્તિએ કહે છે કે, "શેફાલીએ ઘણી વખત કહ્યું હતું કે તે એક છોકરીને દત્તક લેવા માંગે છે અને જરૂરિયાતમંદ બાળકો માટે કંઈક કરવા માંગે છે. તમે ઉત્તમ પગલું લીધું છે" કોઈ યુઝર એમ પણ કહે છે કે, "શેફાલી, ખરેખર એક બિંદાસ છોકરી હતી અને તેનો આત્મા પણ એટલો જ સુંદર હતો. મને ખુશી છે કે તમે તેના નિર્ણયોનું સન્માન કર્યું. આજના વિશ્વમાં આ પ્રકારના પ્રેમને જીવંત રાખવા બદલ આભાર પરંતુ હું તમને યાદ અપાવવા માંગુ છું કે શેફાલી ક્યારેય નહોતી ઇચ્છતી કે તમે ઉદાસ રહો અથવા સ્વાસ્થ્ય પર ઓછું ધ્યાન આપો."
તમને જણાવી દઈએ કે શેફાલીના અવસાનથી ઘણા લોકો આઘાતમાં સારી પડ્યા હતા પણ હવે આ હૃદયસ્પર્શી વિડિયો (Parag Tyagi NGO) સોશિયલ મીડિયા પર જબ્બર વાઈરલ થઇ રહ્યો છે.