20 November, 2025 10:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
પરિણીતી ચોપડા અને રાઘવ ચઢ્ઢાએ દીકરાના જન્મના પ્રથમ માસિક બર્થ-ડે પર તેની આંશિક ઝલક દેખાડીને તેનું નામ જાહેર કર્યું છે. પરિણીતી-રાઘવે દીકરાનું નામ નીર પાડ્યું છે, આ સંસ્કૃત શબ્દનો અર્થ જળ થાય છે. બન્નેએ સોશ્યલ મીડિયા પર બે તસવીરો શૅર કરીને દીકરાના નામની કાવ્યાત્મક જાહેરાત કરી છે. આ બે તસવીરોમાંથી એકમાં બન્ને દીકરાના પગ ચૂમતા દેખાય છે અને બીજી તસવીરમાં બન્નેના હાથમાં દીકરાના પગ છે. આ તસવીરો સાથે તેમણે સંસ્કૃતમાં લખ્યું છે : જલસ્ય રૂપમ, પ્રેમસ્ય સ્વરૂપમ - તત્ર એવ નીર. અમારાં દિલોને જીવનની એક શશ્વત બૂંદમાં શાંતિનો અહેસાસ થયો. અમે તેનું નામ પાડ્યું નીર - શુદ્ધ, દિવ્ય, અસીમ.