પ્રિયંકાની બહેન હોવાનો ફાયદો નથી મળ્યો પરિણીતિ ચોપડાને

27 April, 2024 10:25 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેનું કહેવું છે કે તમારી જર્ની દરમ્યાન નવી તકો તમારે જ શોધવાની હોય છે

પરિણીતિ ચોપડા

પરિણીતિ ચોપડાએ જણાવ્યું છે કે તેને પ્રિયંકા ચોપડા જોનસની કઝિન હોવાનો કોઈ ફાયદો નથી મળ્યો. જો એવું હોત તો તેની ફિલ્મો ફ્લૉપ ન ગઈ હોત. પરિણીતિની ‘અમર સિંહ ચમકીલા’ થોડા સમય પહેલાં જ રિલીઝ થઈ છે. તેનું કહેવું છે કે તમારી જર્ની દરમ્યાન નવી તકો તમારે જ શોધવાની હોય છે. એ વિશે પરિણીતિ કહે છે, ‘જો પ્રિયંકાની બહેન હોવાનો મને ફાયદો થયો હોત તો મારી પાસે ફ્લૉપ ફિલ્મો ન હોત. છેલ્લાં દસ વર્ષમાં મેં મારી કરીઅરમાં ખૂબ પડતી જોઈ છે. જે લોકોની ઇન્ડસ્ટ્રીમાં કોઈની સાથે ઓળખાણ હોય તો તેમના પર ઘણું પ્રેશર હોય છે. તમને કદાચ એને કારણે પહેલી તક, પહેલું ઑડિશન, પહેલી મીટિંગનો લાભ મળે; પરંતુ બાદમાં તો તમારે જ જાતે આગળ વધવાનું હોય છે. તમારી જાતને સાબિત કરવી ખૂબ અઘરી હોય છે. સરખામણી કદી પણ બંધ નહીં થાય. એથી ઇન્ડસ્ટ્રીમાં ટકી રહેવું કપરું થઈ જાય છે. તમારી ઓળખ તમને કદાચ મેકર્સ સાથે મીટિંગ કરવામાં મદદ કરે, પરંતુ આગળની જર્ની તો તમારે જ પાર કરવાની હોય છે.’

parineeti chopra priyanka chopra entertainment news bollywood bollywood news