07 October, 2026 04:12 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પરમીત સેઠી અને અર્ચના પૂરણ સિંહ
પરમીત સેઠી અને અર્ચના પૂરણ સિંહ ફરી એક વખત પોતાના સુંદર બૉન્ડ માટે લોકોમાં ચર્ચાનો વિષય બન્યાં છે. સોશ્યલ મીડિયા પર ‘પતિ પત્ની ઔર પંગા 2’ના સેટ પરથી આ કપલનો એક વિડિયો ચર્ચામાં આવ્યો છે જેમાં પરમીત સેઠી પોતાની પત્ની અર્ચના પૂરણ સિંહનાં ચરણ સ્પર્શ કરતો જોવા મળે છે. પરમીતના આ પ્રેમભર્યા અંદાજે તરત જ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું અને અનેક લોકોએ કપલનાં પ્રેમ, એકબીજા પ્રત્યેનાં સન્માન અને મજબૂત સંબંધની પ્રશંસા કરી છે.
અર્ચના અને પરમીતનાં લગ્નને ૩૫ વર્ષ થઈ ચૂક્યાં છે અને બન્ને પોતાનાં મજબૂત બૉન્ડ તથા મજેદાર કેમિસ્ટ્રી માટે જાણીતાં છે. જ્યારે પણ તેઓ સાથે જોવા મળે છે ત્યારે ફૅન્સનું ધ્યાન તેમના તરફ ખેંચાય છે અને આ નવો વિડિયો પણ આ વાતનું ઉદાહરણ છે.
‘પતિ પત્ની ઔર પંગા 2’ ૧૦ ઑક્ટોબરથી દર શનિવારે અને રવિવારે રાત્રે ૯ વાગ્યે કલર્સ ટીવી પર જોઈ શકાશે. આ ઉપરાંત OTT પ્લૅટફૉર્મ જિયો હૉટસ્ટાર પર પણ શો સ્ટ્રીમ થશે.