19 April, 2026 10:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
૧૫ મેએ રિલીઝ થશે પતિ પત્ની ઔર વો દો
આયુષ્માન ખુરાના અને સારા અલી ખાનની આગામી કૉમેડી ફિલ્મ ‘પતિ પત્ની ઔર વો દો’ની નવી રિલીઝ-તારીખ જાહેર કરવામાં આવી છે. આ ફિલ્મ અગાઉ ૪ માર્ચે રિલીઝ થવાની હતી, પરંતુ લેટેસ્ટ જાહેરાત પ્રમાણે હવે આ ફિલ્મ ૧૫ મેએ રિલીઝ થશે. હાલમાં મેકર્સે સોશ્યલ મીડિયામાં આ નવી જાહેરાતની પોસ્ટ શૅર કરતાં લખ્યું છે કે ‘શિકારી પોતે જ શિકાર બની ગયો છે. હવે જાળમાં ફસાઈ ગયા છે આપણા પ્રજાપતિ પાંડે. તૈયાર થઈ જાઓ ‘પતિ પત્ની ઔર વો દો’ માટે, કારણ કે આ ફિલ્મ ૧૫ મે ૨૦૨૬ના રોજ થિયેટરમાં રિલીઝ થવા જઈ રહી છે.’ ‘પતિ પત્ની ઔર વો દો’માં આયુષ્માન ખુરાના, સારા અલી ખાન, રકુલ પ્રીત સિંહ અને વામિકા ગબ્બી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ ૨૦૧૯માં રિલીઝ થયેલી ‘પતિ પત્ની ઔર વો’ની સીક્વલ છે.