04 September, 2025 07:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટ્વિન્કલ ખન્ના
હાલમાં ટ્વિન્કલ ખન્નાએ પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં એક વિડિયો પોસ્ટ કર્યો છે જેમાં તે ક્યારેક-ક્યારેક નકલી મૂછો લગાવીને પતિની ભૂમિકા ભજવે છે તો ક્યારેક સલવાર-કમીઝ પહેરીને પત્નીના રૂપમાં દેખાય છે. આ તસવીર ટ્વિન્કલના પતિ તરીકેના
ગેટ-અપની છે. આ વિડિયોમાં દર્શાવેલી સ્કિટમાં પતિ ઘરના કામકાજમાં ફસાયેલો દેખાય છે જ્યાં તે ઝાડુ-પોતું અને રસોડું સંભાળે છે, જ્યારે પત્ની ઑફિસના કામમાં વ્યસ્ત રહે છે. આ ભૂમિકાઓની અદલાબદલી માત્ર હાસ્ય જ નથી ઊભું કરતી, લગ્નજીવનની વાસ્તવિકતાઓને પણ ઉજાગર કરે છે જ્યાં પતિ-પત્ની ઘણી વાર જવાબદારીઓની ખેંચતાણ અનુભવે છે.
ટ્વિન્કલ ખન્ના તેના રમૂજી અંદાજ અને હાજરજવાબી માટે હંમેશાં ચર્ચામાં રહે છે. એક કૉલમનિસ્ટ અને લેખિકા તરીકે તેણે સંબંધો, લગ્ન અને પેરન્ટિંગ પર ઘણી વખત ખૂલીને પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. હવે તેણે સોશ્યલ મીડિયામાં એક મજેદાર સ્કિટ પોસ્ટ કરી છે જેમાં તે પતિ અને પત્ની બન્નેની ભૂમિકા ભજવતી જોવા મળે છે.