પૈચાન કૌન?

01 July, 2025 07:45 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રેખાના ખોળામાં દેખાતી આ ક્યુટ બાળકી કોઈ અન્ય નહીં પરંતુ અનન્યા પાંડે છે.

આ તસવીર સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે

હાલમાં રેખાની એક નાની બાળકીને ખોળામાં લઈને હસતી તસવીર સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે. રેખાના ખોળામાં દેખાતી આ ક્યુટ બાળકી કોઈ અન્ય નહીં પરંતુ અનન્યા પાંડે છે. ચંકી પાંડેની દીકરી અનન્યા રેખાને બહુ વહાલી છે અને હાલમાં જ્યારે રેખાએ તેની રી-રિલીઝ થયેલી ફિલ્મ ‘ઉમરાવ જાન’ના સ્ક્રીનિંગનું આયોજન કર્યું હતું ત્યારે અનન્યા પાંડે પણ આકર્ષક લુકમાં જોવા મળી હતી. પોતાની રેખા સાથેની આ તસવીર અનન્યાએ જ સોશ્યલ મીડિયામાં શૅર કરી છે.

સાંઈના દરબારમાં પહોંચ્યો અન્ના

ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં અન્નાના હુલામણા નામે ઓળખાતા સુનીલ શેટ્ટીએ સોમવારે શિર્ડી જઈને સાંઈબાબાનાં દર્શન કર્યાં હતાં.

rekha bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news Ananya Panday sunil shetty