‘ઇન્ડસ્ટ્રીના લોકો ડ્રામા જોઈ રહ્યાં છે’

28 October, 2021 02:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આર્યનના કેસમાં ઇન્ડસ્ટ્રી પર પ્રહાર કરતાં મિકા સિંહનો ફૂટ્યો રોષ

મિકા સિંહ

ડ્રગ્સના કેસમાં પકડાયેલા આર્યન ખાનને લઈને મિકા સિંહે ઇન્ડસ્ટ્રી પર શાબ્દિક વાર કરતાં જણાવ્યું છે કે બધા તમાશો જુએ છે. સૌકોઈએ મૌન રાખ્યું છે. શાહરુખ ખાનના સપોર્ટમાં કોઈ આગળ નથી આવ્યું એ વિશે તાજેતરમાં જ સંજય ગુપ્તાએ ઇન્ડસ્ટ્રી પર વાર કર્યો હતો. સંજય ગુપ્તાના એ ટ્વીટને શૅર કરીને ટ્વિટર પર મિકા સિંહે ટ્વીટ કર્યું હતું કે ‘હા ભાઈ, તમે ખરું કહો છો. એ બધા લોકો ડ્રામા જુએ છે અને એક શબ્દ પણ નથી કહી રહ્યા. હું શાહરુખની સાથે છું. આર્યન ખાનને જામીન મળવા જોઈએ. મને લાગે છે કે ઇન્ડસ્ટ્રીમાં સૌનાં બાળકો અંદર જશે ત્યારે જ આ લોકો એકતા દેખાડશે.’

bollywood news bollywood bollywood gossips entertainment news mika singh aryan khan