સુહાના ખાને શૅર કર્યાં કોલ્ડપ્લે કૉન્સર્ટનાં પર્સનલ પિક્ચર્સ

21 January, 2025 08:49 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇન્સ્ટાગ્રામ પર તેને ૬૦ લાખ લોકો ફૉલો કરે છે. મળતી માહિતી પ્રમાણે સુહાના હવે પિતા શાહરુખ સાથે ‘કિંગ’ ફિલ્મમાં જોવા મળશે.

સુહાના ખાને શૅર કરેલ પિક્ચર્સની ઝલક

બૉલીવુડ-કિંગ શાહરુખ ખાનની દીકરી સુહાના ખાનની પહેલી ફિલ્મ ‘ધી આર્ચીઝ’ ભલે દર્શકોને આકર્ષવામાં નિષ્ફળ ગઈ હોય, પણ સોશ્યલ મીડિયામાં સુહાનાનો દબદબો રહ્યો છે. તે  પણ પોતાના ફૅન્સ સાથે લાઇફની બધી અપડેટ શૅર કરે છે. હાલમાં સુહાનાએ મુંબઈમાં યોજાયેલી કોલ્ડપ્લે કૉન્સર્ટમાં હાજરી આપી હતી. તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટથી આ કૉન્સર્ટની ખૂબસૂરત તસવીર શૅર કરી છે. આ પિક્ચર્સમાં તે પોતાના મિત્રો સાથે પોઝ આપતી જોવા મળે છે.

સુહાના સાથે આ કૉન્સર્ટમાં તેની ખાસ મિત્ર નવ્યા નવેલી નંદા પણ ગઈ હતી અને બન્નેએ વાઇટ ટૉપમાં ટ્વિનિંગ કર્યું હતું. કોલ્ડપ્લે કૉન્સર્ટમાં સુહાનાનો નાનો ભાઈ અબરામ પણ પહોંચ્યો હતો અને સુહાનાએ તેની સાથેની તસવીર પણ શૅર કરી છે. સુહાના સોશ્યલ મીડિયા પર બહુ ઍક્ટિવ રહે છે. ઇન્સ્ટાગ્રામ પર તેને ૬૦ લાખ લોકો ફૉલો કરે છે. મળતી માહિતી પ્રમાણે સુહાના હવે પિતા શાહરુખ સાથે ‘કિંગ’ ફિલ્મમાં જોવા મળશે.

bollywood buzz bollywood news bollywood entertainment news suhana khan bollywood events Shah Rukh Khan