રામાયણને ચીનમાં મોટા પાયે રિલીઝ કરવાનો પ્લાન

15 July, 2026 09:17 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રણબીર કપૂરની ‘રામાયણ’નો સમાવેશ આ વર્ષની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાં ટોચ પર છે.

રણબીર કપૂર

રણબીર કપૂરની ‘રામાયણ’નો સમાવેશ આ વર્ષની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાં ટોચ પર છે. આ ફિલ્મને લઈને અવારનવાર નવા અપડેટ્સ સામે આવી રહ્યા છે. હવે રિપોર્ટ છે કે રણબીર, યશ અને સાઈ પલ્લવી અભિનીત આ મેગા-બજેટ ફિલ્મને માત્ર ભારત જ નહીં, સમગ્ર વિશ્વના દર્શકો સુધી પહોંચાડવાની તૈયારી ચાલી રહી છે તેમ જ નિર્માતાઓની નજર ચીનની બૉક્સ-ઑફિસ પર પણ છે જ્યાં આમિર ખાનની ‘દંગલ’એ કમાણીના નવા ઇતિહાસ રચ્યા હતા. હવે ‘રામાયણ’ને પણ ‘દંગલ’ના માર્ગે આગળ વધારવા માટે નિર્માતાઓએ ખાસ આયોજન તૈયાર કર્યું છે.

ranbir kapoor ramayan sai pallavi bollywood buzz bollywood news bollywood entertainment news