કાન ફિલ્મ ફેસ્ટિવલમાં જતી વખતે પૂજા હેગડેનો સામાન ગુમ થઈ ગયો

21 May, 2022 12:22 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પહેલી વખત કાન ફિલ્મ ફેસ્ટિવલમાં એન્ટ્રી મારનાર પૂજા હેગડે સાથે ખૂબ જ દુખદ ઘટના ઘટી હતી. તે જ્યારે ભારતથી ઊપડી તો તેનો મોટા ભાગનો સામાન ખોવાઈ ગયો હતો.

પૂજા હેગડે

પહેલી વખત કાન ફિલ્મ ફેસ્ટિવલમાં એન્ટ્રી મારનાર પૂજા હેગડે સાથે ખૂબ જ દુખદ ઘટના ઘટી હતી. તે જ્યારે ભારતથી ઊપડી તો તેનો મોટા ભાગનો સામાન ખોવાઈ ગયો હતો. એ સામાનમાં તેનાં કપડાં અને મેકઅપની સાથે અન્ય સામાન પણ હતો. ખાસ વાત એ હતી કે તેણે કેટલીક જ્વેલરી પોતાની સાથે રહેલી હૅન્ડબૅગમાં રાખી હતી. એથી એ સહીસલામત રહી. ટૉમ ક્રૂઝની ‘ટૉપ ગન: મેવરિક’ના પ્રીમિયર વખતે રેડ કાર્પેટ પર પૂજાએ એન્ટ્રી કરી હતી. તેનો સામાન ચોરી થવાનું ટેન્શન તેણે દેખાવા નહોતું દીધું. તેની ટીમે તેના લુક માટે જરૂરી પ્રોડક્ટ્સની વ્યવસ્થા કરીને તેની સુંદરતા વધારી હતી. જ્યાં સુધી તેણે રેડ કાર્પેટ પર એન્ટ્રી ન મારી ત્યાં સુધી તેની ટીમ જમી નહોતી. 

bollywood news entertainment news pooja hegde