Porn Film Case: શર્લિન ચોપરાનો ચોંકાવનારો ખુલાસો, ‘રાજ કુંદ્રા શિલ્પા સાથે ખુશ નહોતો’

29 July, 2021 05:44 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

૨૭ માર્ચ ૨૦૧૯ના રોજ રાજ કુંદ્રા અને તેના વચ્ચે બિઝનેસ મિટિંગ પછી મેસેજમાં ઉગ્ર દલીલો થઈ હોવાનો દાવો

શર્લિન ચોપરા

બૉલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુંદ્રા (Shilpa Shetty Kundra)ના પતિ રાજ કુંદ્રા (Raj Kundra)ની  પોર્ન ફિલ્મો બનાવવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં નિવેદન નોંધાવવા માટે અભિનેત્રી-મૉડેલ શર્લિન ચોપરા (Sherlyn Chopra) મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ઓફિસમાં આવી હતી. જ્યાં તેણે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. શર્લિનનો આરોપ છે કે, રાજ કુંદ્રાએ તેને એમ કહ્યું હતું કે તે પત્ની શિલ્પા સાથે ખુશ નથી. એટલું જ નહીં તેણે રાજ કુંદ્રા પર સેક્સ્યૂઅલ મિસકંડક્ટનો આરોપ લગાવ્યો છે.

શર્લિન ચોપરાએ કહ્યું કે, ૨૭ માર્ચ ૨૦૧૯ના રોજ રાજ કુંદ્રા અને તેના વચ્ચે બિઝનેસ મિટિંગ પછી મેસેજમાં ઉગ્ર દલીલો થઈ હતી. ત્યારબાદ રાજ તેને જણાવ્યા વગર સીધો તેના ઘરે આવી ગયો હતો અને જબરજસ્તી કિસ કરવા લાગ્યો હતો. તે ના પાડતી હતી અને એમ પણ કહ્યું કે, તે એક પરિણીત વ્યક્તિ સાથે સંબંધો રાખવા માગતી નથી. તેમજ બિઝનેસ અને એન્જોયમેન્ટને મિક્સ કરવા નથી માગતી. ત્યારે રાજે તેને કહ્યું હતું કે, તેના શિલ્પા સાથેના સંબંધો કૉમ્પલિકેટેડ છે અને ઘરમાં મોટા ભાગે તે સ્ટ્રેસમાં જ રહે છે. આ સમયે શર્લિન બહુ ડરી ગઈ હતી અને રાજને સતત કહી રહી હતી કે આવું ન કરે. જોકે, રાજે તેની વાત માની નહોતી. પછી જેમતેમ કરીને તેણે રાજને ધક્કો માર્યો અને વોશરુમમાં જતી રહી હતી. જ્યાં સુધી રાજ તેના ઘરેથી ન ગયો ત્યાં સુધી તે વોશરુમમાં જ રહી હતી.

ક્રાઈમ બ્રાન્ચે ૨૬ જુલાઈ ૨૦૨૧ના રોજ પોર્ન ફિલ્મ રેકેટ કેસમાં નિવેદન આપવા માટે શર્લિન ચોપરાને સમન્સ પાઠવ્યું હતું. જોકે તેણે બોમ્બે હાઇકોર્ટમાંથી આગોતરા જામીન લીધા હતા. જોકે, હવે કોર્ટે શર્લિનના આગોતરા જામીન રદ કરી દીધા છે. આ કેસમાં દિવસે-દિવસે નવા ખુલાસા થતા જાય છે.

entertainment news bollywood bollywood news bollywood gossips raj kundra sherlyn chopra