પ્રભાસની ફૌજી જોવા માટે વધારે રાહ જોવી પડશે

23 September, 2026 03:46 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પ્રભાસની હનુ રાઘવપુડી દિગ્દર્શિત ફિલ્મ ‘ફૌજી’ની રિલીઝ પોસ્ટ-પ્રોડક્શન કામમાં વિલંબને કારણે મોકૂફ રાખવામાં આવી છે. ફિલ્મ અગાઉ ૩ ડિસેમ્બરે રિલીઝ થવાની હતી. હવે નવી તારીખ જાહેર થઈ નથી અને રિલીઝ આવતા વર્ષ સુધી જઈ શકે છે.

પ્રભાસ

પ્રભાસના ચાહકોને તેની આગામી ફિલ્મ ‘ફૌજી’ની રિલીઝ માટે હજુ વધુ રાહ જોવી પડશે. હનુ રાઘવપુડીના ડિરેક્શનમાં બની રહેલી આ પિરિયડ ડ્રામા ફિલ્મ અગાઉ ત્રીજી ડિસેમ્બરે રિલીઝ થવાની હતી. જોકે હવે ફિલ્મની રિલીઝ મોકૂફ રાખવામાં આવી છે. ફિલ્મના પોસ્ટ-પ્રોડક્શન કામમાં વિલંબને કારણે એની રિલીઝ આવતા વર્ષ સુધી પાછળ ધકેલાઈ શકે છે. જોકે ફિલ્મ હવે કઈ તારીખે રિલીઝ થશે એની સત્તાવાર જાહેરાત હજુ કરવામાં આવી નથી.
આ સિવાય અક્ષય કુમાર અને વિદ્યા બાલનની એક અનટાઇટલ્ડ ફિલ્મ પણ ૩ ડિસેમ્બરે રિલીઝ થવાની હતી. જોકે પછી એની રિલીઝ પણ મોકૂફ રાખવામાં આવી હતી. આ કારણે હવે આ સમયગાળામાં જ રિલીઝ થનારી શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘ઈઠા’ માટે સોલો રિલીઝનો માર્ગ ખૂલ્યો છે અને ‘ઈઠા’ નિર્ધારિત સમયે ૪ ડિસેમ્બરે જ રિલીઝ થવાની છે.

prabhas indian films indian cinema entertainment news bollywood controversies bollywood buzz bollywood news bollywood movie review bollywood gossips bollywood events bollywood