આદિત્ય ધરની નેક્‌સ્ટ ફિલ્મનો હીરો પ્રભાસ?

13 June, 2026 02:59 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રણવીર સિંહ સાથે ‘ધુરંધર’ જેવી બ્લૉકબસ્ટર ફિલ્મ આપ્યા બાદ હવે ડિરેક્ટર આદિત્ય ધર અને પ્રભાસ એક મોટા પ્રોજેક્ટ માટે હાથ મિલાવી શકે છે એવી ચર્ચા છે.

આદિત્ય ધરની નેક્‌સ્ટ ફિલ્મનો હીરો પ્રભાસ?

રણવીર સિંહ સાથે ‘ધુરંધર’ જેવી બ્લૉકબસ્ટર ફિલ્મ આપ્યા બાદ હવે ડિરેક્ટર આદિત્ય ધર અને પ્રભાસ એક મોટા પ્રોજેક્ટ માટે હાથ મિલાવી શકે છે એવી ચર્ચા છે. રિપોર્ટ પ્રમાણે આદિત્ય ધર પોતાની આગામી મેગા બજેટ ઐતિહાસિક ફિલ્મમાં પ્રભાસને મુખ્ય ભૂમિકામાં કાસ્ટ કરી શકે છે.

અગાઉ ૨૦૨૫માં કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે આદિત્ય ધરની આગામી ફિલ્મ ભારતીય ઇતિહાસ પર આધારિત હશે અને તે અખંડ ભારતની કલ્પનાને સાકાર કરનારા ત્રણ મહાન સમ્રાટોની ગાથા પર ફિલ્મ બનાવવાના પ્લાનિંગમાં છે. હવે સોશ્યલ મીડિયા પર ચાલી રહેલી ચર્ચાઓ પ્રમાણે આ ઐતિહાસિક ફિલ્મમાં એક રાજાની ભૂમિકા પ્રભાસ ભજવી શકે છે જ્યારે બીજી મુખ્ય ભૂમિકા માટે રણવીર સિંહના નામની વિચારણા ચાલી રહી છે.

prabhas aditya dhar ranveer singh dhurandhar bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news