21 September, 2026 04:14 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સ્પિરિટ ફિલ્મ
પ્રભાસની આવતા વર્ષે પાંચમી માર્ચે રિલીઝ થનારી આગામી ફિલ્મ ‘સ્પિરિટ’ના ડિરેક્ટર નિર્દેશક સંદીપ રેડ્ડી વાંગાએ કહ્યું છે કે આ ફિલ્મને ‘A’ સર્ટિફિકેટ મળશે, કારણ કે આ ફિલ્મ ખાસ કરીને પુખ્ત દર્શકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. સંદીપ રેડ્ડી વાંગાએ કહ્યું હતું કે ફિલ્મમાં હિંસક અને ઇન્ટેન્સ કન્ટેન્ટ હોવાથી એને ઍડલ્ટ રેટિંગ મળવાની શક્યતા છે. સંદીપ રેડ્ડી વાંગા અને તેના ભાઈ પ્રણય રેડ્ડી વાંગાની કંપની ભદ્રકાલી પિક્ચર્સ દ્વારા આ ફિલ્મ બનાવવામાં આવી રહી છે. ફિલ્મમાં પ્રભાસ પોલીસ-ઑફિસરની ભૂમિકામાં જોવા મળશે.
‘સ્પિરિટ’ની રિલીઝને લઈને વધુ એક ચર્ચા એસ.એસ. રાજામૌલીની ફિલ્મ ‘વારાણસી’ સાથેના રિલીઝ-ક્લૅશને લઈને છે. ‘વારાણસી’માં મહેશ બાબુ અને પ્રિયંકા ચોપડા મુખ્ય ભૂમિકામાં છે અને આ આ ફિલ્મ ૭ એપ્રિલે રિલીઝ વચ્ચે થવાની છે. આ ક્લૅશ અંગે વાત કરતા સંદીપ રેડ્ડી વાંગાએ કહ્યું હતું કે ‘બન્ને ફિલ્મોની રિલીઝ વચ્ચે ૩૭ દિવસનું અંતર છે જે પૂરતું છે. આમ પણ ‘સ્પિરિટ’ કરતાં ‘વારાણસી’ મોટી ફિલ્મ છે.’