આવતા વર્ષે ઈદ પર સલમાનની ફિલ્મની ટક્કર થશે પ્રભાસની સ્પિરિટની સાથે

07 May, 2026 04:36 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હાલમાં ચર્ચા હતી કે આવતા વર્ષે ઈદના પ્રસંગે પાંચમી માર્ચે રિલીઝ થનારી પ્રભાસ અને તૃપ્તિ ડિમરીની આગામી ફિલ્મ ‘સ્પિરિટ’ પોસ્ટપોન થઈ શકે છે, કારણ કે આ દિવસે સલમાન ખાન-નયનતારાની ફિલ્મ રિલીઝ કરવાનું પ્લાનિંગ છે.

આવતા વર્ષે ઈદ પર સલમાનની ફિલ્મની ટક્કર થશે પ્રભાસની સ્પિરિટની સાથે

હાલમાં ચર્ચા હતી કે આવતા વર્ષે ઈદના પ્રસંગે પાંચમી માર્ચે રિલીઝ થનારી પ્રભાસ અને તૃપ્તિ ડિમરીની આગામી ફિલ્મ ‘સ્પિરિટ’ પોસ્ટપોન થઈ શકે છે, કારણ કે આ દિવસે સલમાન ખાન-નયનતારાની ફિલ્મ રિલીઝ કરવાનું પ્લાનિંગ છે. જોકે હવે ‘સ્પિરિટ’ના મેકર્સે સ્પષ્ટતા કરી છે કે તેઓ ‘સ્પિરિટ’ને પ્લાન પ્રમાણે પાંચમી માર્ચે જ રિલીઝ કરશે. સામાન્ય રીતે ઈદના તહેવાર પર રિલીઝ થતી સલમાનની ફિલ્મોને સારી એવી સફળતા મળતી હોય છે, પણ આ સંજોગોમાં પણ સંદીપ રેડ્ડી વાંગાએ પોતાની ‘સ્પિરિટ’ને ઈદ વખતે રિલીઝ કરવાના પ્લાનને વળગી રહેવાનું પસંદ કર્યું છે. આ પરિસ્થિતિમાં હવે આવતા વર્ષે ઈદ પર બૉક્સ-ઑફિસ પર સલમાનની ફિલ્મ અને પ્રભાસની ‘સ્પિરિટ’ વચ્ચે ટક્કર જોવા મળશે.

ઈદ પર આવેલી સલમાન ખાનની ફિલ્મો
વૉન્ટેડ    ૨૦૦૯
દબંગ    ૨૦૧૦
બૉડીગાર્ડ    ૨૦૧૧
એક થા ટાઇગર    ૨૦૧૨
કિક    ૨૦૧૪
બજરંગી ભાઈજાન    ૨૦૧૫
સુલતાન    ૨૦૧૬
ભારત    ૨૦૧૯
સિકંદર               ૨૦૨૫

prabhas tripti dimri bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news sandeep reddy vanga