સ્પિરિટમાંથી પ્રકાશ રાજની હકાલપટ્ટી?

10 February, 2026 10:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મમાં દીપિકાના રોલમાં તૃપ્તિ ડિમરીને સાઇન કરવામાં આવી છે અને હાલમાં એનું શૂટિંગ હૈદરાબાદમાં ચાલી રહ્યું છે.

પ્રકાશ રાજ

સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ ‘સ્પિરિટ’માંથી દીપિકા પાદુકોણને કાઢી નખાયા પછી આ ફિલ્મ સતત નવા ફેરફારો અને વિવાદોને કારણે ચર્ચામાં છે. પ્રભાસ સિવાય આ ફિલ્મના લગભગ દરેક પાત્રમાં બદલાવ થતો દેખાઈ રહ્યો છે. આ ફિલ્મમાં દીપિકાના રોલમાં તૃપ્તિ ડિમરીને સાઇન કરવામાં આવી છે અને હાલમાં એનું શૂટિંગ હૈદરાબાદમાં ચાલી રહ્યું છે. હવે રિપોર્ટ છે કે આ ફિલ્મમાં એક મહત્ત્વના રોલમાં સાઇન કરવામાં આવેલા પ્રકાશ રાજની ફિલ્મમાંથી હાકાલપટ્ટી કરવામાં આવી છે. 

મળતી માહિતી પ્રમાણે  ‘સ્પિરિટ’ના સેટ પર કોઈ મુદ્દે ઝઘડો થતાં પ્રભાસ નારાજ થઈ ગયો હતો. હકીકતમાં પ્રકાશ રાજ અને સંદીપ રેડ્ડી વાંગા વચ્ચે સ્ક્રિપ્ટ અને એક ખાસ સીનના શૂટને લઈને ભારે બોલાચાલી થઈ હતી અને વાત એટલી વધી ગઈ હતી કે પ્રકાશ રાજ અને ફિલ્મના મેકર્સ વચ્ચે ભારે તનાવની સ્થિતિ સર્જાઈ ગઈ હતી. આ ફિલ્મ સાથે સંકળાયેલી એક વ્યક્તિએ માહિતી આપી છે કે શૂટિંગ દરમ્યાન પ્રકાશ રાજના વર્તનથી પ્રોડક્શન ટીમ પણ ખાસ નારાજ હતી અને આ કારણોસર બન્ને પક્ષોએ અલગ થવાનો નિર્ણય લીધો હોવાની ચર્ચા છે. 
જોકે આ ચર્ચા વિશે સ્પષ્ટતા કરતાં પ્રકાશ રાજે પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં લખ્યું છે કે ‘‘સ્પિરિટ’ ફિલ્મ વિશે ટૉક્સિક ફેક ન્યુઝ ફેલાવનારાઓ માટે. અમે હજી સુધી મારા સીનનું શૂટિંગ શરૂ પણ નથી કર્યું અને તમે વૉટ્સઍપ ફૅક્ટરીઓમાંથી વાર્તાઓ બનાવી રહ્યા છો. ગ્રો અપ અને તમારી જિંદગી જીવો.’

sandeep reddy vanga tripti dimri prakash raj bollywood buzz bollywood news bollywood entertainment news