રાતે બે વાગ્યે કૉલ કરીને પ્રતીકને કર્યા હતા સવાલ

26 April, 2024 06:06 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઍક્ટિંગ કરીઅર માટે કૉર્પોરેટ જૉબ છોડી દેવાથી ટેન્શનમાં આવી ગઈ હતી પ્રતીક ગાંધીની મમ્મી

પ્રતિક ગાંધી

પ્રતીક ગાંધીએ ઍક્ટિંગના ક્ષેત્રમાં ઝંપલાવ્યું એ પહેલાં તે કૉર્પોરેટ જૉબ કરતો હતો અને તેને પચીસ લાખ રૂપિયા વાર્ષિક પગાર હતો. નોકરી કરવાની સાથે તે થિયેટરમાં પણ સક્રિય હતો. તે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી નાટકોમાં કામ કરતો હતો. તે એન્જિનિયર હતો. એક તબક્કો તેની લાઇફમાં એવો આવ્યો કે તેણે કાં તો નોકરી કાં તો ઍક્ટિંગ બેમાંથી એકને અપનાવવું પડે. એ વિશે પ્રતીક કહે છે, ‘૨૦૧૬ સુધી આવું ચાલતું રહ્યું. એ દરમ્યાન મેં બે ગુજરાતી સફળ ફિલ્મો કરી હતી. એમાંથી એક ‘રૉન્ગ સાઇડ રાજુ’ને નૅશનલ અવૉર્ડ મળ્યો હતો. એ સમય એવો હતો જ્યારે મારે નક્કી કરવાનું હતું કે એન્જિનિયરિંગનું કામ કરું કે પછી ઍક્ટિંગમાં કરીઅર બનાવું. મારી નોકરી દરમ્યાન પ્રમોશન થતાં મારે પહેલા અસાઇનમેન્ટ માટે વિદેશ ત્રણ વર્ષ માટે જવાનું હતું. મને ખાતરી હતી કે જો મેં નોકરી સ્વીકારી તો મારે પૂરી રીતે ઍક્ટિંગ છોડવી પડશે. એથી ૨૦૧૬માં મેં નોકરી છોડવાનું નક્કી કર્યું હતું. મારા પિતાએ મને ઍક્ટિંગ કરવા માટે ખૂબ પ્રોત્સાહન આપ્યું હતું. મારી સફળતાનું શ્રેય મારા પરિવારને જાય છે. જૉબ છોડ્યાનાં બે વર્ષ બાદ હું મારી ફિલ્મને પ્રમોટ કરી રહ્યો હતો. મારી મમ્મીએ રાતે બે વાગ્યે કૉલ કરીને મને પૂછ્યું હતું કે શું તારો ફેંસલો યોગ્ય હતો?’

 હું પૈસા માટે બર્થ-ડે પાર્ટીમાં બાળકો અને પેરન્ટ્સને દોઢ કલાક માટે ડાન્સ કરાવતો હતો અને એ મેં ઘણા લાંબા સમય સુધી કર્યું હતું
  - પ્રતીક ગાંધી

700

પહેલા નાટકના શો માટે આટલા રૂપિયા મળ્યા હતા પ્રતીક ગાંધીને

Pratik Gandhi entertainment news bollywood buzz bollywood news bollywood