એક સિક્કાએ પ્રીતિને બનાવી દીધી હિરોઇન

05 February, 2026 12:42 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પ્રીતિએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે મેં ઍક્ટ્રેસ બનવાનો નિર્ણય એક સિક્કો ઉછાળીને લીધો હતો

પ્રીતિ ઝિન્ટા

પ્રીતિ ઝિન્ટાની ગણતરી બૉલીવુડની સુંદર અને ટૅલન્ટેડ ઍક્ટ્રેસ તરીકે થાય છે. પ્રીતિના પિતા ભારતીય સેનામાં અધિકારી હતા, પણ પ્રીતિ માત્ર ૧૩ વર્ષની હતી ત્યારે એક રોડ-ઍક્સિડન્ટમાં તેના પિતાનું અવસાન થયું હતું. પ્રીતિ ઍક્ટ્રેસ બની એનો ઘટનાક્રમ પણ રસપ્રદ છે. પ્રીતિએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે મેં ઍક્ટ્રેસ બનવાનો નિર્ણય એક સિક્કો ઉછાળીને લીધો હતો.

પોતાના જીવનના આ વળાંક વિશે વાત કરતાં પ્રીતિએ કહ્યું હતું કે ‘ફિલ્મોમાં આવવાનો નિર્ણય મેં કોઈ મોટા સપના કે પ્લાન સાથે નહોતો લીધો. ફિલ્મમેકર શેખર કપૂર મને ફિલ્મ ‘તારા રમ પમ પમ’ માટે સાઇન કરવા માગતા હતા. હું કંઈ નક્કી નહોતી કરી શકતી એટલે મેં વિચાર્યું કે જો મારી કિસ્મતમાં એવું લખેલું હશે તો હું સિક્કો ઉછાળીને જોઈશ. સિક્કો ઉછાળ્યા પછી જો હેડ્સ આવશે તો હું ફિલ્મોમાં કરીઅર બનાવીશ અને ટેલ્સ આવશે તો હું ના પાડી દઈશ. એ પછી મેં સિક્કો ઉછાળ્યો તો હેડ્સ આવ્યું એટલે મેં ઍક્ટિંગની દુનિયામાં પગ મૂકવાનો નિર્ણય કરી લીધો.’

preity zinta priety zinta entertainment news bollywood bollywood news bollywood buzz bollywood gossips