16 October, 2025 01:19 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
હાલમાં ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ યોજેલી દિવાલી-પાર્ટીમાં પ્રીતિ ઝિન્ટા, બૉબી દેઓલ અને બૉબીની પત્ની તાન્યા દેઓલ વચ્ચેની કેમિસ્ટ્રી બધાના આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ પછી પ્રીતિએ હવે એક પોસ્ટ કરીને તેના અને બૉબી દેઓલના પારિવારિક સંબંધોની વાત કરતાં કહ્યું કે ‘હું અને બૉબી જ્યારે ‘સોલ્જર’નું શૂટિંગ કરી રહ્યાં હતાં ત્યારે બૉબી-તાન્યા તેમના હનીમૂન પર હતાં એટલે એમ કહી શકાય કે હું બૉબી અને તાન્યાના હનીમૂનમાં પણ તેમની સાથે હતી. એ સમયે બૉબી અને તાન્યાએ મને ખૂબ પ્રેમ આપ્યો હતો અને હજી આ ક્ષણો મને યાદ છે. કેટલાક સંબંધો સમય સાથે વધુ ગહન બને છે. વખત વીતી ગયો પરંતુ મારા હૃદયમાં આ બન્ને માટે પ્રેમ અને આદર પહેલાં કરતાં વધુ વધી ગયો છે. બૉબી અને તાન્યા એકબીજા માટે બન્યાં છે.’