27 April, 2026 04:39 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રીતિ ઝિન્ટાએ હિમાચલમાં માણી શૉર્ટ બ્રેકની મજા
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની વ્યસ્તતા વચ્ચે પ્રીતિ ઝિન્ટાએ હાલમાં હિમાચલ પ્રદેશમાં નાનકડા શાંતિભર્યા બ્રેકની મજા માણી હતી. પ્રીતિએ પોતાના સોશ્યલ મીડિયામાં આ વેકેશનની કેટલીક તસવીરો શૅર કરીને લખ્યું છે કે તે હિમાચલના ‘નાના પણ સુંદર વેકેશન’ની દરેક પળનો આનંદ માણી રહી છે. પ્રીતિએ જણાવ્યું કે તે ગરમી અને IPLની ભાગદોડમાંથી થોડો આરામ લેવા માટે અહીં આવી છે. પ્રીતિએ શૅર કરેલી તસવીરોમાં તે હિમાચલની પરંપરાગત કિન્નૌરી ટોપી પહેરેલી જોવા મળી જેના કારણે તેનો પહાડી અંદાજ વધુ ખાસ લાગી રહ્યો હતો. મળતી માહિતી પ્રમાણે પ્રીતિએ શિમલા જિલ્લાના કોટખાઈ વિસ્તારમાં આવેલા મીના બાગમાં સફરજનના બાગ અને શાંત વાતાવરણ વચ્ચે કુદરત પાંચ દિવસ જેટલો સમય ગાળ્યો હતો.