ધુરંધર : ધ રિવેન્જ છે જબરદસ્ત, પણ ગાળાગાળ ઓછી હોત તો સારું થાત

20 April, 2026 11:24 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પ્રેમ ચોપડાએ આ બ્લૉકબસ્ટર ફિલ્મ વિશેનો પોતાનો પ્રતિભાવ આપ્યો

પ્રેમ ચોપડાની ફાઇલ તસવીર

હાલમાં રણવીર સિંહની ‘ધુરંધર : ધ રિવેન્જ’ બૉક્સ-ઑફિસ પર જબરદસ્ત પ્રદર્શન કરી રહી છે. ફિલ્મને ઇન્ડસ્ટ્રીના કેટલાક લોકો પાસેથી ભારે પ્રશંસા મળી રહી છે, જ્યારે કેટલાક લોકો એને ‘પ્રૉપગૅન્ડા’ કહીને એની ટીકા કરી રહ્યા છે. હવે જાણીતા વિલન પ્રેમ ચોપડાએ ‘ધુરંધર : ધ રિવેન્જ’ જોયા પછી રિવ્યુ આપ્યો છે. તેમને ફિલ્મ ઘણી ગમી હોવા છતાં કેટલીક બાબતોને લીધે થોડા નારાજ જોવા મળ્યા અને મેકર્સને મહત્ત્વપૂર્ણ સલાહ આપી.

પ્રેમ ચોપડાએ દિગ્દર્શક આદિત્ય ધર દ્વારા બનાવેલી આ સ્પાય થ્રિલર ફિલ્મના બન્ને ભાગો જોયા છે. એ પછી તેમણે જણાવ્યું હતું કે ‘ફિલ્મ સારી છે, પરંતુ એ ઘણી લાંબી છે. જોકે લાંબા રનટાઇમ છતાં દર્શકોએ ફિલ્મને સ્વીકારી છે જે મોટી વાત છે. ઘણા સમય બાદ એટલી મોટી સંખ્યામાં દર્શકો થિયેટરમાં પાછા આવ્યા છે. આ ફિલ્મ જબરદસ્ત છે, પણ ફિલ્મમાં ગાળાગાળ જેવી વસ્તુઓ ઓછી રાખવી જોઈએ.’

પ્રેમ ચોપડાએ ફિલ્મની ખામી જણાવીને કલાકારોના અભિનયની પ્રશંસા પણ કરી અને કહ્યું હતું કે હું ખાસ કરીને અક્ષય ખન્ના અને રણવીર સિંહના અભિનયથી ખૂબ પ્રભાવિત થયો છું.

dhurandhar prem chopra aditya dhar ranveer singh entertainment news bollywood bollywood news