01 September, 2025 12:56 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રેમ સાગર
ફિલ્મસર્જક રામાનંદ સાગરના પુત્ર અને નિર્માતા શિવસાગરના પિતા પ્રોડ્યુસર પ્રેમ સાગરનું ૮૪ વર્ષની વયે રવિવારે સવારે ૧૦ વાગ્યે બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાં અવસાન થયું છે. તેઓ થોડા સમયથી અસ્વસ્થ હતા એને કારણે તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રવિવારે ડૉક્ટરોએ તેમને ઘરે લઈ જવાની સલાહ આપી હતી, પણ અચાનક તેમનું અવસાન થયું હતું.
જાણીતી હસ્તીઓએ અને સ્લેબ્સે તેઓને પોસ્ટ દ્વારા શ્રધાંજલિ આપી છે.