ગોલમાલ 5માં પ્રિયામણિની એન્ટ્રી

28 February, 2026 01:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘ગોલમાલ’નો ચોથો ભાગ ૯ વર્ષ પહેલાં એટલે કે 2017માં આવ્યો હતો.

પ્રિયામણિ

દિગ્દર્શક રોહિત શેટ્ટીની લોકપ્રિય ઍક્શન-કૉમેડી ફિલ્મ ફ્રૅન્ચાઇઝી ‘ગોલમાલ’ને દર્શકો તરફથી અત્યાર સુધી ભરપૂર પ્રેમ મળ્યો છે. હવે ‘ગોલમાલ 5’ પર કામ ચાલી રહ્યું છે. ૨૩ ફેબ્રુઆરીથી મુંબઈમાં ફિલ્મનું શૂટિંગ પણ શરૂ થઈ ગયું છે. હવે રિપોર્ટ છે કે આ ફિલ્મમાં સાઉથની સુપરસ્ટાર પ્રિયામણિની એન્ટ્રી થઈ છે. પ્રિયામણિ આ પહેલાં શાહરુખ ખાનની ફિલ્મ ‘જવાન’ અને મનોજ બાજપાઈની સિરીઝ ‘ધ ફૅમિલી મૅન’માં કામ કરી ચૂકી છે. ‘ગોલમાલ 5’માં પ્રિયામણિનો રોલ કેવો હશે એની હજી સુધી સત્તાવાર માહિતી સામે આવી નથી, પરંતુ મળતી માહિતી પ્રમાણે તેણે શૂટિંગ શરૂ કરી દીધું છે અને ફિલ્મનું પહેલું શેડ્યુલ અંદાજે એક મહિના સુધી ચાલશે.

2017

‘ગોલમાલ’નો ચોથો ભાગ ૯ વર્ષ પહેલાં એટલે કે 2017માં આવ્યો હતો. આ પછી ફૅન્સ અજય દેવગનને ફરી એક વાર આ ફ્રૅન્ચાઇઝીમાં જોવા આતુર હતા. લગભગ ૯ વર્ષ બાદ હવે ‘ગોલમાલ 5’ બની રહી છે. જોકે હાલ ફિલ્મની રિલીઝ તારીખ વિશે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

rohit shetty golmaal priyamani bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news