14 October, 2025 12:33 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
નિક જોનસ અને પ્રિયંકા ચોપડાએ હાલમાં ન્યુ યૉર્કમાં યોજાયેલી એક દિવાલી-પાર્ટીમાં હાજરી આપી હતી. આ પાર્ટીમાં તેમણે પોતાના ગ્લૅમર અને ટ્વિનિંગ આઉટફિટથી બધાનું ધ્યાન તેમની તરફ ખેંચ્યું હતું. પ્રિયંકાએ આ પાર્ટીમાં થ્રી-પીસ ઇન્ડો-વેસ્ટર્ન ડ્રેસ પહેર્યો હતો અને તેણે પોતાના લુકને સફેદ પર્સ અને ટીકા સાથે કમ્પ્લીટ કર્યો હતો. પ્રિયંકાના પતિ નિકે મિરર વર્કવાળી પરંપરાગત સફેદ શેરવાની પહેરી હતી.