01 April, 2026 04:21 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રિયંકાએ અમ્રિતસરના સુવર્ણ મંદિરમાં લંગરનાં વાસણ ઘસ્યાં
બૉલીવુડ અને હૉલીવુડમાં મહત્ત્વનું સ્થાન મેળવનાર પ્રિયંકા ચોપડા ગઈ કાલે અમ્રિતસરના સુવર્ણ મંદિરમાં દર્શન માટે પહોંચી હતી. અહીં તેણે સામાન્ય શ્રદ્ધાળુની જેમ માથા પર દુપટ્ટો ઓઢીને દરબાર સાહિબમાં માથું ટેક્યું હતું અને લંગરમાં સેવા આપીને વાસણ પણ ઘસ્યાં હતાં. આ સમયે પ્રિયંકાએ કોઈ સાથે ખાસ વાતચીત કરી નહોતી અને મીડિયા દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોનો પણ તેણે કોઈ જવાબ આપ્યો નહોતો. આ સમયે પ્રિયંકા શાંતિથી સેવા કરીને ત્યાંથી નીકળી ગઈ હતી. હાલમાં પ્રિયંકાનો વાસણ ઘસતો વિડિયો પ્રકાશમાં આવ્યો છે અને તેનો આ સાદગીભર્યો અંદાજ સોશ્યલ મીડિયા પર લોકોનાં દિલ જીતી રહ્યો છે.