OTT પર પર જુઓ હેડ્સ ઑફ સ્ટેટ, ઠગ લાઇફ અને કાલીધર લાપતા

03 July, 2025 07:28 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હેડ્સ ઑફ સ્ટેટ, ઠગ લાઇફ અને કાલીધર લાપતા- ક્યારે અને ક્યાં રીલીઝ થશે? તે જાણી લો અહીં

હેડ્સ ઑફ સ્ટેટ, ઠગ લાઇફ, કાલીધર લાપતા

હેડ્સ ઑફ સ્ટેટ

OTT પ્લૅટફૉર્મ - પ્રાઇમ વિડિયો,
જુલાઈ

પ્રિયંકા ચોપડા ફરી એક વાર ધમાકેદાર ઍક્શન સાથે OTTના પડદે પરત ફરી રહી છે. ‘હેડ્સ ઑફ સ્ટેટ’માં તે ઍક્શન અને કૉમેડી કરતી જોવા મળે છે. આ ફિલ્મમાં પ્રિયંકા ફાસ્ટ અને કુશળ એજન્ટ નોએલ બિસેટના રોલમાં છે અને તે વિશ્વની શાંતિને જોખમમાં મૂકતા એક ષડ‌્યંત્રને અટકાવવાના પ્રોજેક્ટમાં કાર્યરત છે.

ઠગ લાઇફ

OTT પ્લૅટફૉર્મ - નેટફ્લિક્સ,
જુલાઈ

આ ફિલ્મની વાર્તા વિશ્વાસઘાત, ખૂન-ખરાબા અને ક્રૂર સત્તા-પરિવર્તનની છે. કમલ હાસને આમાં રંગરાયા શક્તિવેલની ભૂમિકા ભજવી છે જે એક ખૂંખાર માફિયા-ડૉન છે. જેમ-જેમ શક્તિવેલ બદલો લેવા આગળ વધે છે એમ તેને પોતાના ભૂતકાળનો પણ સામનો કરવો પડે છે. ફિલ્મમાં સિલમ્બરાસન, ત્રિશા કૃષ્ણન અને અલી ફઝલ પણ છે. 

કાલીધર લાપતા

OTT પ્લૅટફૉર્મઝી5,
જુલાઈ

આ ફિલ્મમાં અભિષેક બચ્ચન લીડ રોલમાં છે. આ એક ભાવનાત્મક ડ્રામા છે. આ એક એવી વ્યક્તિની વાર્તા છે જેના જીવનમાં ત્યાગ, યાદશક્તિ અને મહાકુંભ મેળામાં પારિવારિક વિશ્વાસઘાતને કારણે ઊથલપાથલ થઈ જાય છે. મધુમિતાના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મ તામિલ ડ્રામા ‘કેડી’ની હિન્દી રીમેક છે. આમાં મોહમ્મદ ઝીશાન અય્યુબ અને નિમ્રત કૌર પણ છે. 

 

priyanka chopra kamal haasan abhishek bachchan netflix bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news