વિજય થલપતિએ મારી લાઇફ પર ખૂબ પ્રભાવ પાડ્યો હતો : પ્રિયંકા

16 January, 2022 01:07 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૦૦૨માં આવેલી તામિલ ફિલ્મ ‘તમીઝન’માં વિજય થલપતિ સાથે પ્રિયંકાએ કામ કર્યું હતું

વિજય થલપતિ

પ્રિયંકા ચોપડા જોનસે જણાવ્યું કે મારી કરીઅરની શરૂઆતમાં એવા કેટલાક લોકો હતા જેમણે મારી લાઇફ પર અસર છોડી છે. એમાંનો જ એક એટલે વિજય થલપતિ. ૨૦૦૨માં આવેલી તામિલ ફિલ્મ ‘તમીઝન’માં વિજય થલપતિ સાથે પ્રિયંકાએ કામ કર્યું હતું. એ વખતે તે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં નવી આવી હતી. તેણે એ વખતે ‘અંદાઝ’ અને ‘ધ હીરો’માં કામ કર્યું હતું. સેટ પરના પોતાના અનુભવ વિશે પ્રિયંકાએ કહ્યું કે ‘મેં શરૂઆતમાં જેટલી થોડી ફિલ્મો કરી હતી એમાં તામિલ ફિલ્મ ‘તમીઝન’ અને બે હિન્દી ફિલ્મો ‘અંદાઝ’ અને ‘ધ હીરો’ હતી. એ ફિલ્મોને મોટી ફિલ્મો તરીકે ઓળખ મળી હતી. મને આજે પણ યાદ છે કે હું જ્યારે સેટ પર જતી ત્યારે કોઈને ઓળખતી નહોતી અને વિચારતી હતી કે સારાં કપડાં પહેર્યાં અને મેક-અપ કર્યો એટલે કામ પત્યું. ત્યાર બાદ હું સેટ પર ફરતી હતી અને વિચારતી કે શબ્દોને પેપરમાં પર કેવી રીતે ઉતારવામાં આવે છે, કેવી રીતે વ્યક્તિને ઢાળવામાં આવે છે એ જાણવું મારા માટે ભયાવહ હતું.’
વિજયની પ્રશંસા કરતાં પ્રિયંકાએ કહ્યું કે ‘મારા માટે ‘તમીઝન’ ખૂબ અઘરી હતી, કેમ કે મને તામિલ ભાષા નહોતી આવડતી. હું એને ફોનેટિકલી યાદ કરતી હતી, એનો અર્થ સમજતી અને ત્યાર બાદ મારી લાઇન્સ બોલતી હતી. જોકે મને મારા કો-ઍક્ટર વિજયને જોવાનું સારું લાગતું હતું. મારી લાઇફમાંના કેટલાક પ્રભાવિત કરનારા લોકોમાંનો તે એક છે. સેટ પર તે ખૂબ નમ્રતા દેખાડતો. તે જ્યારે સેટ પર આવતો ત્યારે સેટ છોડીને જતો નહીં. એ જ વસ્તુ હું આજે પણ કરું છું. મારે જો વધુ સમય સુધી રાહ જોવાની હોય તો જ શૉટ્સની વચ્ચે હું ભાગ્યે જ મારી ગાડીમાં જાઉં છું. હું સેટ પર જ ફર્યા કરું છું. આપણે વિવિધ શૉટ શું કામ લઈએ છીએ એ સમજવાનો પ્રયાસ કરતી હતી. મને ક્રૂ સાથે વાતચીત કરવી અને તેમની સાથે મિક્સ થવાનું ગમતું હતું.’

entertainment news bollywood bollywood news bollywood gossips priyanka chopra