21 October, 2025 10:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રિયંકા ચોપડા
પ્રિયંકા ચોપડાએ તેની દીકરી માલતી મારીની દિવાળીની પાર્ટીની એક ખાસ સ્ટોરી તેના સોશ્યલ મીડિયામાં શૅર કરી છે. આ સ્ટોરીમાં માલતી તેના મિત્રો સાથે દિવાળીનો આનંદ માણી રહી છે. પ્રિયંકાએ તેના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં તેના અમેરિકન ઘરમાં આયોજિત આ પાર્ટીની તસવીર પોસ્ટ કરી છે. તસવીરમાં માલતી પીળા રંગનો લેહંગો પહેરીને મિત્રો સાથે ઊભેલી દેખાઈ રહી છે. માલતી એક હાથમાં રમકડું પકડીને કંઈક કરવામાં વ્યસ્ત હતી અને તેના હાથ પર સુંદર ટૅટૂ પણ જોવા મળે છે. આખી રૂમને ફૂલથી સજાવવામાં આવી હતી. આ તસવીર સાથે પ્રિયંકાએ લખ્યું છે, ‘માલતીની દિવાળી પાર્ટી પ્રકાશિત થઈ.’
અહાન પાંડેની મમ્મી સાથે હૅપી દિવાલી
અહાન પાંડેએ મમ્મી ડીએન પાંડે અને અન્ય નજીકના મિત્રો તેમ જ પરિવાર સાથે દિવાળી સેલિબ્રેટ કરી હતી. ડીએન પાંડેએ આ સેલિબ્રેશનની તસવીરો તેમના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં શૅર કરી છે. અહાન અને તેની મમ્મીની સેલિબ્રેશનની તસવીરો પરથી ખબર પડી જાય છે કે અહાન તેની મમ્મીની બહુ નજીક છે.