મને હિન્દી સિનેમાની બહાર તકો શોધવા માટે ધકેલવામાં આવી હતી

22 February, 2026 12:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પ્રિયંકા ચોપડાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે તે ક્યારેય બૉલીવુડ છોડવા માગતી નહોતી

પ્રિયંકા ચોપડા

પ્રિયંકા ચોપડાની ગણતરી હવે માત્ર બૉલીવુડ સ્ટાર તરીકે નહીં પણ એક ગ્લોબલ આઇકન તરીકે થાય છે. હિન્દી સિનેમામાં પોતાની કરીઅરની ટોચ પર હોવા છતાં તેણે હૉલીવુડમાં પોતાની કરીઅરની નવી શરૂઆત કરી હતી. હવે પ્રિયંકાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે તે ક્યારેય બૉલીવુડ છોડવા માગતી નહોતી, પરંતુ તેને હિન્દી સિનેમાની બહાર તકો શોધવા માટે ‘ધકેલવામાં’ આવી હતી.

આ ઇન્ટરવ્યુમાં પ્રિયંકાએ કહ્યું છે, ‘મને લાગતું નથી કે હું ક્યારેય બૉલીવુડ છોડવા માગતી હતી. જ્યારે હું હિન્દી ફિલ્મોમાં કામ કરતી હતી ત્યારે ઘણાં કારણોસર મને લાગતું હતું કે હું મર્યાદિત બની રહી છું. હું આગળ વધવા માગતી હતી. એક કલાકાર તરીકે મને ઉત્સાહિત કરે એવી તકો શોધવા માટે મારા પર દબાણ હતું. હું અમેરિકામાં કામ કરવા લાગી અને હવે લગભગ ૧૨ વર્ષ પછી મને ‘વારાણસી’માં ખરેખર અદ્ભુત કામ પસંદ કરવાનો મોકો મળી રહ્યો છે.’

‘વારાણસી’માં કામ કરવાના પોતાના અનુભવ વિશે વાત કરતા પ્રિયંકાએ કહ્યું, ‘મને મારી ભારતીય ફિલ્મો ખૂબ જ ગમે છે. હું ‘વારાણસી’ માટે ભારત આવીને ખૂબ ખુશ છું. મને લાગે છે કે હું બન્ને દુનિયામાં છું અને બન્ને ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાનો મને આનંદ આવે છે. બન્નેમાં કામ કરવાની રીત અને સંસ્કૃતિ અલગ છે; પરંતુ હવે મારું મન બે અલગ રીતે વિચારવા સક્ષમ છે.’

priyanka chopra bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news