જો નિક ભારતીય સંસ્કૃતિનો આદર ન કરતો હોત તો મેં તેની સાથે લગ્ન જ ન કર્યાં હોત

24 August, 2026 10:36 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પ્રિયંકા ચોપડા કહે છે કે તેણે અને તેના પતિએ એકબીજાની સંસ્કૃતિને અપનાવી છે

પ્રિયંકા ચોપડા અને નિક જોનસ

પ્રિયંકા ચોપડાએ પોતાના કલ્ચરથી એકદમ અલગ જઈને વિદેશમાં રહેતા નિક જોનસ સાથે લગ્ન કર્યાં છે. હાલમાં પ્રિયંકાએ જણાવ્યું હતું કે તે અને નિક કઈ રીતે બન્ને સંસ્કૃતિ સાથે તાલમેલ સાધે છે. નિકના પ્રયાસો વિશે વાત કરતાં પ્રિયંકાએ કહ્યું હતું કે ‘નિક મારો સૌથી મોટો ચિયરલીડર છે. અમે બન્નેએ એકબીજાની સંસ્કૃતિને અપનાવી છે અને એનું સન્માન પણ કર્યું છે. જો નિક ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓનું સન્માન ન કરતો હોત તો હું કદાચ તેને પ્રેમ પણ ન કરતી હોત. કોઈ પણ મલ્ટિકલ્ચરલ સંબંધમાં આ એક મહત્ત્વનો હિસ્સો હોય છે. મને લાગે છે કે પોતાના પાર્ટનરના મૂળ પ્રત્યે સન્માનની ભાવના હોવી ખૂબ જ જરૂરી છે.’

priyanka chopra Nick Jonas entertainment news bollywood controversies bollywood buzz bollywood news bollywood movie review bollywood gossips bollywood events bollywood