ગોલ્ડન મેમરીઝ

13 September, 2021 10:34 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને પ્રિયંકાએ કૅપ્શન આપી હતી કે ‘અમારી ફ્રેન્ડશિપને ૨૧ વર્ષ પસાર થયાં છે અને હજી ગણતરી ચાલુ છે. એવી ફ્રેન્ડશિપ જે કોઈ પણ સમયે તમને યાદ કરી શકે છે

ગોલ્ડન મેમરીઝ

પ્રિયંકા ચોપડા જોનસ અને લારા દત્તાની લંડનમાં મુલાકાત થઈ હતી. સાથે લારાની દીકરી સાયરા પણ હતી. બન્નેએ જૂની યાદોને પણ તાજી કરી હતી. પ્રિયંકા અને લારાની પહેલી મુલાકાત ૨૦૦૦માં ‘મિસ ઇન્ડિયા પેજન્ટ’માં થઈ હતી. એ વખતે પ્રદીપ ગુહા તેમના મેન્ટર હતા. ત્યારથી માંડીને અત્યાર સુધી બન્ને ખાસ ફ્રેન્ડ્સ છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને પ્રિયંકાએ કૅપ્શન આપી હતી કે ‘અમારી ફ્રેન્ડશિપને ૨૧ વર્ષ પસાર થયાં છે અને હજી ગણતરી ચાલુ છે. એવી ફ્રેન્ડશિપ જે કોઈ પણ સમયે તમને યાદ કરી શકે છે. લારા દત્તા અને તેની શાઇનિંગ સ્ટાર. સાયરા, તું ખરા અર્થમાં તારી મમ્મીની દીકરી છે. તું પ્રશંસનીય છે. આ લેડીઝ માટે ખૂબ પ્રેમ. ઘણીબધી યાદો વાગોળી. સાથે જ પ્રદીપ ગુહાને મિસ કર્યા છે.’

bollywood news bollywood bollywood gossips entertainment news lara dutta priyanka chopra