28 December, 2025 12:50 PM IST | New York | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપડાએ આ વર્ષે બહુ શાનદાર રીતે ક્રિસમસની ઉજવણી કરી હતી. હવે પ્રિયંકાએ પોતાના ક્રિસમસ-સેલિબ્રેશનની તસવીરો અને એક ખાસ વિડિયો સોશ્યલ મીડિયા પર શૅર કર્યાં છે જેમાં તે પરિવાર સાથે ક્વૉલિટી ટાઇમ પસાર કરી રહી છે. પ્રિયંકા દ્વારા શૅર કરાયેલા આ વિડિયોમાં ઘણી સુંદર ફૅમિલી-મોમેન્ટ્સ કેદ થઈ છે અને પ્રિયંકાએ પોતાના ક્રિસમસ-ડેકોરેશનની ઝલક પણ બતાવી છે. ક્રિસમસ-સેલિબ્રેશનની ઝલક શૅર કરીને પ્રિયંકાએ કૅપ્શન આપી છે, ‘આ ખરેખર વર્ષનો સૌથી સુંદર સમય છે. સૌને રજાઓની શુભકામના અને ઘણોબધો પ્રેમ.’