અમે તને ખૂબ પ્રેમ કરીએ છીએ

19 September, 2026 03:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નિક જોનસના જન્મદિવસના એક દિવસ પછી પ્રિયંકા ચોપડાએ શૅર કરી રોમૅન્ટિક પોસ્ટ, પ્રિયંકા ચોપડાનો પતિ અને અમેરિકન ‌સિંગર નિક જોનસ ૧૬ સપ્ટેમ્બરે ૩૪ વર્ષનો થઈ ગયો છે.

અમે તને ખૂબ પ્રેમ કરીએ છીએ

પ્રિયંકા ચોપડાનો પતિ અને અમેરિકન ‌સિંગર નિક જોનસ ૧૬ સપ્ટેમ્બરે ૩૪ વર્ષનો થઈ ગયો છે. હવે જન્મદિવસની ઉજવણીના એક દિવસ બાદ પ્રિયંકાએ નિક માટે સોશ્યલ મીડિયા પર એક રોમૅન્ટિક પોસ્ટ શૅર કરીને પતિ પર પ્રેમ વરસાવ્યો છે. 
પ્રિયંકાએ સોશ્યલ મીડિયામાં નિકની કેટલીક તસવીરો શૅર કરી છે. આ સાથે તેણે એક વિડિયો પણ પોસ્ટ કર્યો છે. પ્રિયંકાએ પોસ્ટની કૅપ્શનમાં લખ્યું હતું કે ‘એ વ્યક્તિને જન્મદિવસની શુભેચ્છા જે દરરોજ અમારા તમામ સપનાં સાકાર કરે છે... અમે તમને ખૂબ પ્રેમ કરીએ છીએ, ગાગા.’
નિક અને પ્રિયંકાની દીકરી માલતી મારી જોનસ તેના પપ્પાને પ્રેમથી ગાગા કહે છે એટલે પ્રિયંકા પણ પોતાની પોસ્ટમાં નિકને પ્રેમથી આ નામે જ બોલાવે છે.

priyanka chopra Nick Jonas happy birthday bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news