22 November, 2025 01:57 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પરિણીતિ ચોપડાએ દીકરા નીરને ગિફ્ટ આપવા બદલ પ્રિયંકા ચોપડાનો આભાર માન્યો
પરિણીતિ ચોપડા અને રાઘવ ચઢ્ઢા દિવાળીના દિવસે દીકરા નીરનાં માતા–પિતા બન્યાં હતાં. હાલમાં પરિણીતિની કઝિન પ્રિયંકા ચોપડાએ નીર માટે ખાસ ગિફ્ટ મોકલી છે જેની ઝલક પરિણીતિએ સોશ્યલ મીડિયા પર શૅર કરી છે.
પરિણીતિએ શૅર કરેલી તસવીરમાં પ્રિયંકાએ ભાણેજ નીર માટેનાં કપડાં, નાનકડાં શૂઝ અને ક્યુટ ટેડી બેઅર જોવા મળી રહ્યાં છે. આ ગિફ્ટ સાથે પ્રિયંકાએ નોટ લખેલી છે કે ‘ટુ બેબી ચોપડા ચઢ્ઢા... ફ્રૉમ ચોપડા જોનસ ફૅમિલી.’
પરિણીતિએ શૅર કરેલી તસવીરમાં લખ્યું છે : ‘નીર ચોક્કસ બગડી જવાનો છે... થૅન્ક યુ મિની માસી, નિક માસા અને માલતી દીદી...’