07 March, 2026 01:40 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઑસ્કર અવૉર્ડ્સમાં પ્રેઝન્ટરની જવાબદારી નિભાવશે પ્રિયંકા
પ્રિયંકા ચોપડા ઑસ્કર અવૉર્ડ્સ તરીકે ઓળખાતા ખ્યાતનામ ઍકૅડેમી અવૉર્ડ્સમાં પ્રેઝન્ટરની જવાબદારી નિભાવતી જોવા મળશે. આ અવૉર્ડ-ફંક્શનનું આયોજન કરતી સંસ્થા ઍકૅડેમી ઑફ મોશન પિક્ચર આર્ટ્સ ઍન્ડ સાયન્સિસે હાલમાં ૯૮મા ઍકૅડેમી અવૉર્ડ્સ સમારોહમાં અવૉર્ડ રજૂ કરનારા સ્ટાર્સની યાદી જાહેર કરી હતી. આ યાદીમાં રૉબર્ટ ડાઉની જુનિયર અને ઍન હેથવે જેવા હૉલીવુડ-સ્ટાર્સ સાથે પ્રિયંકા ચોપડાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
પ્રિયંકાએ ગઈ કાલે સોશ્યલ મીડિયા પર ‘૨૦૨૬ ઍકૅડેમી અવૉર્ડ્સ’ કૅપ્શન લખીને આ વાતની જાહેરાત કરી હતી. પ્રિયંકા અગાઉ ગોલ્ડન ગ્લોબ અવૉર્ડ્સ અને પ્રાઇમટાઇમ ઍમી અવૉર્ડ્સમાં પણ પ્રેઝન્ટર તરીકે હાજરી આપી ચૂકી છે.