✕

કરવા ચૌથ પર મેંદીમાં લખ્યાં પ્રિયંકા ચોપડાએ પતિ અને દીકરીનાં નામ

30 October, 2026 11:41 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પ્રિયંકાએ સોશ્યલ મીડિયા પર પોતાના હાથ પર લગાવેલી મેંદીની તસવીરો શૅર કરી હતી. તેણે આ મેંદી જાતે જ લગાવી હતી. તસવીરો શૅર કરતાં પ્રિયંકાએ લખ્યું હતું કે ‘DIY... પિયા કે નામ કી. કરવા ચૌથ ઊજવી રહેલી તમામ મહિલાઓને કરવા ચૌથની શુભેચ્છાઓ.’

મેંદીમાં લખ્યાં પ્રિયંકાએ પતિ અને દીકરીનાં નામ

પ્રિયંકા ચોપડાએ પરિણીત ભારતીય મહિલાની જેમ કરવા ચૌથનું વ્રત રાખ્યું હતું અને તેણે કરવા ચૌથની ઉજવણીની ઝલક સોશ્યલ મીડિયા પર શૅર કરી છે. આ વખતે પ્રિયંકાએ જાતે જ હાથ પર મેંદી લગાવી હતી. ખાસ વાત એ છે કે તેની મેંદીની ડિઝાઇનમાં માત્ર પતિ નિક જોનસના જ નહીં પણ દીકરી માલતી મારીના નામના અક્ષરો પણ સામેલ હતા.

પ્રિયંકાએ સોશ્યલ મીડિયા પર પોતાના હાથ પર લગાવેલી મેંદીની તસવીરો શૅર કરી હતી. તેણે આ મેંદી જાતે જ લગાવી હતી. તસવીરો શૅર કરતાં પ્રિયંકાએ લખ્યું હતું કે ‘DIY... પિયા કે નામ કી. કરવા ચૌથ ઊજવી રહેલી તમામ મહિલાઓને કરવા ચૌથની શુભેચ્છાઓ.’

અન્ય એક તસવીરમાં પ્રિયંકા મેંદી પર ખાંડનું પાણી લગાવતી જોવા મળે છે. આ તસવીર સાથે તેણે લખ્યું હતું, ‘સવાલ એ છે કે શું આ ખાંડનું પાણી કામ કરશે? જે લોકો જાણે છે, તેઓ જાણે છે.’ 
હકીકકતમાં ઘણી ભારતીય મહિલાઓ મેંદીનો રંગ ઘેરો લાવવા માટે એના પર ખાંડનું પાણી લગાવવાની પરંપરાનું પાલન કરે છે. ભારતથી દૂર રહેતી હોવા છતાં પ્રિયંકા આ તહેવાર સાથે જોડાયેલી પરંપરાઓનું પાલન કરે છે એની ઝલક આ તસવીરોમાં જોવા મળી હતી.

priyanka chopra Nick Jonas culture news social media bollywood news bollywood gossips bollywood entertainment news