બ્રહ્માસ્ત્ર 2 બનાવવાનું પ્લાનિંગ થયું કન્ફર્મ

15 April, 2026 10:12 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સીક્વલની વાર્તા વિશે મળેલી માહિતી પ્રમાણે એમાં દેવ અને અમૃતા વચ્ચેની પ્રેમકથાને વધારે વિસ્તૃત રીતે દર્શાવવામાં આવશે

`બ્રહ્માસ્ત્ર`માં રણબીર કપૂર મુખ્ય ભૂમિકામાં હતો

‘બ્રહ્માસ્ત્ર : પાર્ટ વન - શિવા’માં રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને અમિતાભ બચ્ચન મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યાં હતાં. આ ફિલ્મનું ડિરેક્શન અયાન મુખરજીએ કર્યું હતું અને એને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. હવે ફિલ્મની સીક્વલ ‘બ્રહ્માસ્ત્ર 2’ને લઈને નવી અપડેટ સામે આવી છે. પ્રોડ્યુસર નમિત મલ્હોત્રાએ જણાવ્યું છે કે હાલમાં તેઓ રામાયણ પર કામ કરી રહ્યા છે અને આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ ‘બ્રહ્માસ્ત્ર 2’ પર કામ શરૂ કરવામાં આવશે. આ સીક્વલની વાર્તા વિશે મળેલી માહિતી પ્રમાણે એમાં દેવ અને અમૃતા વચ્ચેની પ્રેમકથાને વધારે વિસ્તૃત રીતે દર્શાવવામાં આવશે.

Brahmastra upcoming movie ranbir kapoor alia bhatt amitabh bachchan ayan mukerji entertainment news bollywood bollywood news