આર. માધવને બદલ્યો પોતાનો લુક

21 January, 2026 11:42 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આર. માધવનની વય ૫૫ વર્ષ થઈ ગઈ છે પણ આજે પણ તેનો ચાર્મ અકબંધ છે

આર. માધવન

આર. માધવનની વય ૫૫ વર્ષ થઈ ગઈ છે પણ આજે પણ તેનો ચાર્મ અકબંધ છે. પોતાની છેલ્લી ફિલ્મ ‘ધુરંધર’માં ઇન્ટેલિજન્સ બ્યુરોના ડિરેક્ટર અજય સન્યાલ તરીકે ઓછા વાળમાં જોવા મળેલા આર. માધવને હવે નવી હેરકટ કરાવીને નવો સ્ટાઇલિશ લુક અપનાવ્યો છે અને એમાં તે અત્યંત હૅન્ડસમ લાગી રહ્યો છે. માધવનના લુક પર કામ કરનાર સેલિબ્રિટી હેરસ્ટાઇલિસ્ટ દાનિશ હનીફે તાજેતરના આર. માધવનના હેરસ્ટાઇલિંગ સેશનની તસવીરો શૅર કરી છે. દાનિશ હનીફે તસવીરો શૅર કરતાં લખ્યું, ‘જ્યારે સાદગી અને ક્લાસનું મિલન થાય છે. આર. માધવન સર, તમારા લુક માટે અમારા પર વિશ્વાસ મૂકવા બદલ આભાર. સાચી શાલીનતાની સેવા કરવી હંમેશાં ગૌરવની વાત છે.’

આર. માધવનની દુબઈમાં પત્ની સાથે પચીસ લાખ રૂપિયાની બાઇક પર રાઇડ

આર. માધવનના લુકની જેમ તેની દુબઈની બાઇક-રાઇડ પણ ચર્ચા છે. હાલમાં દુબઈમાં વેકેશન માણવા ગયેલા આર. માધવને ત્યાં પત્ની સરિતા બિરજે માધવન સાથે બાઇક-રાઇડ પણ કરી જેની તસવીર સરિતાએ પોતાના સોશ્યલ મીડિયા નેટવર્ક પર પોસ્ટ કરી હતી. આ તસવીરમાં આર. માધવન કૅઝ્યુઅલ બાઇકર સ્ટાઇલમાં દેખાઈ રહ્યો છે. તેણે કાળું રાઇડિંગ જૅકેટ અને સનગ્લાસ પહેર્યા છે અને તેની બાજુમાં સરિતા અને બે મિત્રો ઊભા છે. માધવનની આ બાઇકનું મૉડલ BMW R1300 GS Adventure છે જેનો ભાવ ઑનલાઇન વેબસાઇટ્સ અનુસાર અંદાજે ૨૫,૭૪,૮૯૬ જેટલો છે.

r madhavan entertainment news bollywood bollywood news dubai