એવી બાબતો જે પુરુષોને પોતાની પાર્ટનરમાં ગમે છે પરંતુ તેઓ ખુલ્લેઆમ કહી શકતા નથી

11 May, 2026 03:54 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આર. માધવને શૅર કરેલી આ પોસ્ટ હાલમાં ફૅન્સમાં ચર્ચાનો મુદ્દો બની છે, આર. માધવનની આ પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે પુરુષોને ગમતી એવી પાંચ આદતો જે તેઓ પોતાની પત્નીને કહેવામાં શરમ અનુભવે છે; એટલે કે એવી બાબતો જે પુરુષોને પોતાની પાર્ટનરમાં ગમે છે, પરંતુ..

એવી બાબતો જે પુરુષોને પોતાની પાર્ટનરમાં ગમે છે પરંતુ તેઓ ખુલ્લેઆમ કહી શકતા નથી

આર. માધવન તેની એક સોશ્યલ મીડિયા પોસ્ટને કારણે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આર. માધવનની આ પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે પુરુષોને ગમતી એવી પાંચ આદતો જે તેઓ પોતાની પત્નીને કહેવામાં શરમ અનુભવે છે; એટલે કે એવી બાબતો જે પુરુષોને પોતાની પાર્ટનરમાં ગમે છે, પરંતુ તેઓ ખુલ્લેઆમ કહી શકતા નથી.
આ પોસ્ટમાં જણાવાયું હતું કે પુરુષો ઇચ્છે છે કે તેની પાર્ટનર ક્યારેક પોતે પહેલ કરે, જાહેરમાં તેની પ્રશંસા કરે, કોઈ ખાસ કારણ વગર પ્રેમ વ્યક્ત કરે, તેનામાં વિશ્વાસ દર્શાવે અને બહારના લોકો કરતાં પોતાના સંબંધને વધુ પ્રાથમિકતા આપે. આર. માધવનની આ પોસ્ટ ફૅન્સને બહુ ગમી રહી છે.

r madhavan instagram bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news