દીપિકા પાદુકોણની પ્રેગ્નન્સીને કારણે અટવાઈ ગઈ છે રાકા?

04 June, 2026 11:49 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દીપિકાએ હજુ સુધી પોતાની આગામી તારીખો નિર્માતાઓને આપી નથી જેના કારણે આયોજનમાં વિલંબ થઈ રહ્યો છે

`રાકા`નું પોસ્ટર

બીજી વખત મમ્મી બનવા તૈયાર દીપિકા પાદુકોણના ખાતામાં હાલમાં બે મોટા પ્રોજેક્ટ્સ છે. એક તરફ શાહરુખ ખાનની ફિલ્મ ‘કિંગ’ છે જેનું મોટા ભાગનું શૂટિંગ દીપિકાએ પૂર્ણ કરી લીધું હોવાનું કહેવાય છે. બીજી તરફ અલ્લુ અર્જુનની બહુચર્ચિત ફિલ્મ ‘રાકા’માં દીપિકા લીડ ઍક્ટ્રેસ તરીકે જોવા મળશે. જોકે લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે દીપિકાની પ્રેગ્નન્સીને કારણે ‘રાકા’નું કામ અટવાઈ ગયું છે.

રિપોર્ટ પ્રમાણે જૂન મહિનામાં દીપિકાના શેડ્યુલનું શૂટિંગ થવાનું હતું. દીપિકાનાં ઍક્શન દૃશ્યોના શૂટિંગ માટે આ શેડ્યુલ મહત્ત્વનું છે. જોકે દીપિકાએ હજુ સુધી પોતાની આગામી તારીખો નિર્માતાઓને આપી નથી જેના કારણે આયોજનમાં વિલંબ થઈ રહ્યો છે.

‘રાકા’નું સત્તાવાર પોસ્ટર રિલીઝ થયાને હવે લગભગ બે મહિના વીતી ગયા છે, પરંતુ ફિલ્મનું કામ ક્યાં સુધી પહોંચ્યું છે એ વિશે કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી. ફિલ્મમાં અલ્લુ અર્જુનના પોસ્ટર બાદ દીપિકાનો લુક પણ જાહેર કરવામાં આવશે એવી ચર્ચા હતી, પરંતુ હવે એ યોજના પણ અટવાઈ ગઈ હોવાનું કહેવાય છે. પ્રેગ્નન્સીની જાહેરાત પછી દીપિકા હજુ સુધી શૂટિંગમાં જોડાઈ નથી જેના કારણે કલાકારો અને ક્રૂ-મેમ્બર્સને પોતાની તારીખો ફરી ગોઠવવી પડી રહી છે.

deepika padukone upcoming movie allu arjun entertainment news bollywood bollywood news atlee kumar