શાહરુખ ખાનનું જાલિમા સૉન્ગ કોરિયન ટ્રૅકની કૉપી?

01 April, 2026 04:33 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જ્યારે બન્ને ગીતોને ધ્યાનથી સાંભળવામાં આવે ત્યારે ‘જાલિમા’ના કેટલાક અંતરામાં કોરિયન ગીત જેવી જ ધૂન અને મેલડીનો અહેસાસ થાય છે. આને કારણે સોશ્યલ મીડિયા પર ‘જાલિમા’ કૉપી હોવાની ચર્ચા ચાલી રહી છે.

શાહરુખ ખાનનું જાલિમા સૉન્ગ કોરિયન ટ્રૅકની કૉપી?

શાહરુખ ખાન અને માહિરા ખાનને લીડ રોલમાં ચમકાવતી ૨૦૧૭ની ‘રઈસ’નું લોકપ્રિય ગીત ‘જાલિમા’ ફરી ચર્ચામાં આવ્યું છે. રિપોર્ટ્સ મુજબ આ ગીત સાઉથ કોરિયાના જાણીતા ગાયક તેયાંગના ૨૦૧૪ના ગીત ‘આઇઝ, નોઝ, લિપ્સ’ સાથે ઘણી હદ સુધી મળતું આવે છે.
જ્યારે બન્ને ગીતોને ધ્યાનથી સાંભળવામાં આવે ત્યારે ‘જાલિમા’ના કેટલાક અંતરામાં કોરિયન ગીત જેવી જ ધૂન અને મેલડીનો અહેસાસ થાય છે. આને કારણે સોશ્યલ મીડિયા પર ‘જાલિમા’ કૉપી હોવાની ચર્ચા ચાલી રહી છે.

Shah Rukh Khan bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news