08 February, 2026 10:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાઘવ જુયાલ
ડાન્સરથી ઍક્ટર બનેલા રાઘવ જુયાલને હવે નીતેશ તિવારીની મેગા બજેટ ફિલ્મ ‘રામાયણ’માં રાવણના દીકરા મેઘનાદના મહત્ત્વના રોલ માટે સાઇન કરવામાં આવ્યો છે. હાલમાં રાઘવ જુયાલ આર્યન ખાનની વેબ સિરીઝ ‘The Ba***ds of Bollywood’માં જોવા મળ્યો હતો જ્યાં તેની ઍક્ટિંગે લોકોનું ધ્યાન ખેચ્યું હતું અને એ પહેલાં ફિલ્મ ‘કિલ’માં પણ તેની ઍક્ટિંગનાં વખાણ થયાં હતાં. હવે રિપોર્ટ પ્રમાણે રાઘવ હવે મેઘનાદ તરીકે જોવા મળશે. આ પાત્ર ફિલ્મના બીજા ભાગમાં જોવા મળશે જે ૨૦૨૭માં રિલીઝ થવાનો છે.
રસપ્રદ વાત એ છે કે શરૂઆતમાં મેઘનાદના રોલ માટે અભિનેતા વિક્રાન્ત મેસી સાથે વાતચીત ચાલી રહી હતી, પરંતુ કોઈ કારણસર મામલો આગળ વધ્યો નહોતો. ત્યાર બાદ આ પાત્ર માટે રાઘવ જુયાલનો સંપર્ક કરવામાં આવ્યો અને તેણે તરત જ હા પાડી દીધી.