18 April, 2025 11:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આલિયાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ
જેમ જેમ રણબીર-આલિયાની દીકરી રાહા મોટી થઈ રહી છે એમ-એમ તે વધારે ને વધારે રમતિયાળ અને ક્રીએટિવ થઈ રહી છે. હાલમાં રાહાએ મમ્મી માટે પ્લેઇંગ ક્લેની મદદથી ‘સેવન કોર્સ ભોજન’ બનાવ્યું હતું. એ જોઈને આલિયા દીકરી પર ઓવારી ગઈ હતી અને તેણે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝમાં ગુલાબી, સફેદ અને લીલા રંગના ક્લેની મદદથી બનાવેલી વાનગીઓથી સજાવેલા ડાઇનિંગ ટેબલની તસવીર શૅર કરી હતી અને એને કૅપ્શન આપી હતી, ‘મારી મનપસંદ શેફ સાથે મારું સેવન કોર્સ ભોજન.’