Watch Video: એક્ટર રાહુલ રોયનું વીડિયોને લીધે જબરું ટ્રોલિંગ થયું, એક્ટરે ચોખવટ કરી

30 April, 2026 01:31 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ટ્રોલર્સ સામે રાહુલ રોયનો ભાવુક પણ કડક જવાબ, બોલિવૂડમાંથી મળ્યો જબરદસ્ત સપોર્ટ, અમુક લોકોની કોમેન્ટ અનુસાર જેની સાથે વીડિયો બનાવ્યા તે ડૉક્ટરે જ કદાચ કરી હતી સારવાર, જો કે કોઈ ચોખવટ એ અંગે નથી કરાઈ.

મ્યુઝિક વિડિયોઝને સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિસાદ મળ્યો છે, કેટલાક દર્શકોને આ વીડિયો મીડિયોકર અને ટેસ્ટલેસ લાગ્યા છે - તસવીર - ઈસ્ટાગ્રામ

1990ની ફિલ્મ `આશિકી`થી પૉપ્યુલર થનાર એક્ટર રાહુલ રોયે  કન્ટેન્ટ ક્રિએટર ડૉ. વનિતા ગઢગે ડી. સાથે વીડિયોઝ બનાવ્યા. આ વીડિયોઝને કારણે રાહુલ રોય બહુ ટ્રોલ થયા અને પછી ટ્રોલર્સને ચૂપ કરવા માટે રાહુલે સોશિયલ મીડિયા પર આ ટીકાઓનો જવાબ આપ્યો. આ જવાબ પોસ્ટ થયા પછી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી લોકોએ રાહુલ રોયને સમર્થન આપ્યું છે. 

 

30 એપ્રિલના રોજ, રોયે ઇન્સ્ટાગ્રામ પર એ ટ્રોલ્સને જવાબ આપવાનું નક્કી કર્યું હતું જેઓ રાહુલ રોય અત્યારે જે કામ કરે છે તે અંગે સવાલ કરીને તેની ઠેકડી ઉડાડે છે. રાહુલ રોયે પોતાને બ્રેઇન સ્ટ્રોક આવ્યો એ પછી પોતાની પરિસ્થિતિ બદલાઈ છે એવી વાત કરીને મ્યુઝીક વીડિયો અંગે ચોખવટ કરી છે. તેણે સ્પષ્ટ કર્યું કે જે મ્યુઝિક વિડિયોની ટીકા કરવામાં આવી રહી છે તે તેની સ્વાસ્થ્ય સમસ્યાઓ પહેલા શૂટ કરવામાં આવ્યા હતા. સોશ્યલ મીડિયા પર એમ પણ લખાયું છે કે જે સ્ત્રી સાથે રાહુલ રોયે વીડિયો બનાવ્યા છે તે એ જ ડૉક્ટર છે જેમણે તેની સારવાર કરી હતી. 

તેની પોસ્ટ લાઇવ થયા પછી તરત જ, કોમેન્ટ સેક્શનમાં ઘણા સેલેબ્સે અભિનેતાને ટેકો આપ્યો હતો. 

ફિલ્મ નિર્માતા ફરાહ ખાને લખ્યું, "ગુડ લક ટુ યુ રાહુલ." અભિનેતા સોનુ સૂદે "કીપ રૉકિંગ બ્રધર." એમ કોમેન્ટ કરી તો ટેલિવિઝન હોસ્ટ અને અભિનેતા મનીષ પોલે ઉમેર્યું, "લવ એન્ડ રિસ્પેક્ટ સર. મોર પાવર ટુ યુ."

 

દિગ્ગજ અભિનેતા અનુપમ ખેરે પણ રાહુલને લખ્યું, "યુ આર ધ બેસ્ટ (BESTEST)." અભિનેત્રી શિલ્પા શિરોડકરે ટિપ્પણી કરી, "આપણે જે કરવાનું છે તે આપણે કરવું જ જોઈએ રાહુલ ❤️ બીજાને વાતો કરવા દો ? તને હંમેશ માટે ઓલ ધ બેસ્ટ." નિકિતિન ધીર, ટીના દત્તા, કરણવીર બોહરા, તન્નાઝ ઈરાની, વત્સલ શેઠ, અપૂર્વ અગ્નિહોત્રી અને માહી વિજ જેવા અન્ય સેલેબ્સે પણ સમર્થન આપ્યું હતું.


રાહુલ રોયે પોતાની પોસ્ટમાં લખ્યું...

 "હું મારું કામ પ્રામાણિકતા અને નમ્રતાથી કરું છું. મારે કેટલાક કાયદેસરના લેણાં ચૂકવવાના છે, અને તે આજથી નથી, તે બ્રેઇન સ્ટ્રોક આવ્યા પહેલાના સમયના છે. જો તમે મારી સાદગી કે મારા સંઘર્ષની મજાક ઉડાવો છો અથવા મને ટ્રોલ કરો છો, તો તે મારા વિશે ઓછું અને તમારા વિશે વધુ કહે છે. જો તમે ખરેખર આટલી કાળજી લેતા હો, તો મને સારું અને અર્થપૂર્ણ કામ શોધવામાં મદદ કરો જેથી હું મારા લેણદારોને ચૂકવી શકું."

તેણે વધુમાં ઉમેર્યું:

"એટલીસ્ટ એ તો જુઓ કે હું સખત મહેનત દ્વારા કમાણી કરી રહ્યો છું, બીજાની મજાક ઉડાવીને નહીં. અને બ્રેઇન સ્ટ્રોક પછી, મારા માટે સક્રિય રહેવું મહત્વપૂર્ણ છે. જ્યાં સુધી હું જીવતો છું ત્યાં સુધી કામ ચાલુ રાખવા માંગુ છું. તે મારા મનને વ્યસ્ત રાખે છે અને હેતુ અને જવાબદારીની ભાવના આપે છે કે હું આજે પણ કામ કરી રહ્યો છું. હા, તે ક્યારેક દુઃખ પહોંચાડી શકે છે, પરંતુ તમે મને તોડી શકતા નથી."

રાહુલ રોયના તાજેતરના મ્યુઝિક વિડિયોઝને સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિસાદ મળ્યો છે, કેટલાક દર્શકોને આ વીડિયો મીડિયોકર અને ટેસ્ટલેસ લાગ્યા છે એવું કોમેન્ટ્સ પરથી લાગે છે. અભિનેતાએ મહેશ ભટ્ટે બનાવેલી બ્લૉકબસ્ટર `આશિકી`થી પ્રખ્યાત થયો હતો અને બાદમાં `જુનૂન`, `સપને સાજન કે`, `ફિર તેરી કહાની યાદ આયી` અને `ગુમરાહ` જેવી ફિલ્મોમાં જોવા મળ્યો હતો અને તેણે બિગ બોસની પ્રથમ સીઝન પણ જીતી હતી. 2020 માં, કારગિલમાં શૂટિંગ દરમિયાન રોયને બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો અને તે લાંબી રિકવરીમાંથી પસાર થયો હતો. તે છેલ્લે કનુ બહેલ દ્વારા નિર્દેશિત `આગ્રા`માં જોવા મળ્યો હતો, જે 2025માં રિલીઝ થઈ હતી પરંતુ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી શકી ન હતી પણ ઓટીટી પર ફિલ્મને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. 

rahul roy bollywood news social media instagram bollywood buzz entertainment news