પૉર્ન રેવન્યુને લઈને વાઇરલ થઈ ચૅટ

21 July, 2021 01:46 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સોશ્યલ મીડિયા પર રાજ કુન્દ્રા એ ગ્રુપમાં હોવાની ચર્ચા

રાજ કુન્દ્રા

સોશ્યલ મીડિયા પર હાલમાં એક વૉટ્સઍપ ચૅટનું પ્રિન્ટ આઉટ વાઇરલ થયું છે. આ પ્રિન્ટ આઉટમાં એક ગ્રુપમાં રેવન્યુને લઈને ચર્ચા ચાલી રહી છે. આ ચર્ચા રાજ કુન્દ્રા દ્વારા પૉર્નના રેવન્યુને લઈને કરવામાં આવી રહી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ ગ્રુપનું નામ ‘એચ અકાઉન્ટ’ રાખવામાં આવ્યું છે. શિલ્પા શેટ્ટીનો પતિ રાજ કુન્દ્રા વિઆન ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનો માલિક છે. તેમ જ તેની બહેનનો પતિ પ્રદીપ બક્ષી લંડનની કેનરિન લિમિટેડનો ચૅરમૅન છે. મુંબઈ પોલીસના કહ્યા મુજબ આ બન્ને કંપનીઓ ‘ધ હૉટશૉટ્સ’ ઍપ્લિકેશન ધરાવે છે. આ ઍપ્લિકેશન 18+ છે અને એના પર દુનિયાભરની કેટલીક મૉડલ્સ અને સેલિબ્રિટીઝના હૉટ ફોટોઝ, શૉર્ટ ફિલ્મ્સ અને હૉટ વિડિયો જોવા મળે છે. ઍપલ અને ગૂગલ દ્વારા આ ઍપ્લિકેશનને રિજેક્ટ કરવામાં આવી છે. એમ છતાં આ ઍપ્લિકેશનને થર્ડ પાર્ટી ઍપ્લિકેશન દ્વારા ડાઉનલોડ કરી શકાય છે. આ ઍપ્લિકેશન દ્વારા તેઓ પૉર્ન દેખાડતા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ઍપ્લિકેશન હૉટશૉટ્સ પરથી જ વૉટ્સઍપ ગ્રુપનું નામ પણ એચ અકાઉન્ટ રાખવામાં આવ્યું હોવાની ચર્ચા છે. આ ગ્રુપમાં ટોટલ પાંચ વ્યક્તિ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ પાંચ વ્યક્તિમાં રાજ કુન્દ્રા, મેધા વિઆન અકાઉન્ટ્સ, પ્રદીપ બક્ષી, રૉબ ડિજિટલ માર્કેટિંગ હૉટશૉટ્સ, રૉય ઇવાન્સ કન્ટેન્ટ હેડ, હૉટશૉટ્સનો સમાવેશ થાય છે. આ વાઇરલ થયેલી ચૅટ મુજબ એક મેસેજમાં પ્રદીપ બક્ષી દ્વારા લખવામાં આવ્યું છે કે ‘ગઈ કાલે ટોટલ સેલ – ૨,૬૯,૯૧૪ રૂપિયા, લાઇવ રેવન્યુ – ૨,૨૩,૩૭૫ રૂપિયા, ટોટલ રજિસ્ટ્રેશન – ૧૯,૩૯,૬૯૯. ગઈ કાલના રજિસ્ટ્રેશન – ૫૦૯૫.’ આ મેસેજને રાજ કુન્દ્રાએ જવાબ આપ્યો હતો કે ‘મૂવી રેવન્યુ ખૂબ જ ઓછું થઈ ગયું છે.’

આ સિવાયની પણ તેમની ઘણી ચૅટ ઇન્ટરનેટ પર વાઇરલ થઈ છે. પોલીસે પણ ઇન્વેસ્ટિગેશન દરમ્યાન કેટલીક હૉટશૉટ્સ ફિલ્મ્સ, વિડિયો ક્લિપ્સ, વૉટ્સઍપ ચૅટ્સ વગેરે જેવા ડેટા ભેગા કર્યા છે.

entertainment news bollywood bollywood news bollywood gossips raj kundra shilpa shetty