રાજા શિવાજીના ટ્રેલર-લૉન્ચ વખતે ઇમોશનલ થઈ ગયાં રિતેશ-જેનેલિયા

21 April, 2026 09:46 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ કાર્યક્રમ દરમ્યાન રિતેશ દેશમુખે આપેલું ભાવનાત્મક ભાષણ ખાસ ચર્ચામાં રહ્યું હતું

ફિલ્મમાં કામ કરવાનો અનુભવ જણાવતાં રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસોઝા ભાવુક થઈ ગયાં હતાં અને તેમની આંખમાં આંસુ આવી ગયાં હતાં

‘રાજા શિવાજી’નું ટ્રેલર ગઈ કાલે લૉન્ચ થયું હતું. ‘રાજા શિવાજી’ ૧ મેએ મરાઠી અને હિન્દી ભાષામાં વિશ્વભરનાં સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ કાર્યક્રમમાં ફિલ્મમાં કામ કરવાનો અનુભવ જણાવતાં રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસોઝા ભાવુક થઈ ગયાં હતાં અને તેમની આંખમાં આંસુ આવી ગયાં હતાં.

આ કાર્યક્રમ દરમ્યાન રિતેશ દેશમુખે આપેલું ભાવનાત્મક ભાષણ ખાસ ચર્ચામાં રહ્યું હતું. આ વિડિયોમાં બાળપણની યાદ વિશે જણાવતાં રિતેશે કહ્યું હતું કે ‘શાળાના એક કાર્યક્રમમાં મારો મિત્ર શિવાજી મહારાજ બન્યો હતો અને હું પોતે ‘માવળા’ (માવળ પ્રદેશનો સૈનિક) બન્યો હતો. આજે પણ હું એ જ માવળા તરીકે મહારાજને શ્રદ્ધાપૂર્વક નમન કરું છું. મહારાજ કોણ છે એ સમજાવવાની જરૂર નથી. આપણે આ ધરતીમાં શ્વાસ લઈએ છીએ અને શિવાજી મહારાજને જીવીએ છીએ. બાળપણમાં અમે કિલ્લા બનાવતા, કેસરિયો ઝંડો ફરકાવતા અને પોતાની જાતને મહારાજના માવળા માનતા. મેં ક્યારેય વિચાર્યું નહોતું કે એક દિવસ હું શિવાજી મહારાજનું પાત્ર ભજવીશ. મહારાજ પર આધારિત કોઈ પણ કલાત્મક રજૂઆત ખૂબ આદર, ભક્તિ અને પ્રેમ સાથે કરવામાં આવે છે.’

એ દરમ્યાન રિતેશ ભાવુક થઈ જતાં થોડા સમય માટે તેનું બોલવાનું મુશ્કેલ બની ગયું હતું. એ વખતે તેની પત્ની જેનેલિયા પણ ભાવુક થઈ ગઈ હતી અને પોતાને સંભાળવા માટે થોડો સમય લીધો હતો.

trailer launch latest trailers riteish deshmukh genelia genelia dsouza upcoming movie shivaji maharaj entertainment news bollywood bollywood news