25 May, 2026 08:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નાઓમિકા સરન અને વેદાંગ રૈના
રાજેશ ખન્નાની દોહિત્રી અને રિન્કી ખન્નાની દીકરી નાઓમિકા સરન અને અભિનેતા વેદાંગ રૈનાની રિલેશનશિપ ચર્ચામાં છે. હાલમાં નાઓમિકા અને વેદાંગ ફિલ્મ ‘ચાંદ મેરા દિલ’ની સ્ક્રીનિંગ બાદ સાથે જોવા મળ્યાં હતાં. આ સમયે ફોટોગ્રાફર્સે જ્યારે બન્નેને કૅમેરામાં કેદ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે નાઓમિકાએ પોતાનો ચહેરો છુપાવી લીધો હતો. ત્યાર બાદ બન્ને સાથે કારમાં જતાં જોવા મળ્યાં હતાં. રિપોર્ટ પ્રમાણે નાઓમિકા અને વેદાંગ ‘જાન હૈ તૂ મેરી’માં સાથે કામ કરી રહ્યાં છે.
નાઓમિકા અને વેદાંગની લવસ્ટોરીની ચર્ચા છે ત્યારે બન્નેમાંથી કોઈએ પણ પોતાના સંબંધ વિશે સત્તાવાર રીતે કંઈ કહ્યું નથી. સોશ્યલ મીડિયા પર કેટલાક લોકો આને રિયલ લવસ્ટોરી માની રહ્યા છે, તો કેટલાક લોકો એને ફિલ્મ પ્રમોશનનો ભાગ કહી રહ્યા છે.
હકીકતમાં થોડા સમય પહેલાં વેદાંગ અને ખુશી કપૂર એકબીજાને ડેટ કરી રહ્યાં હોવાની ચર્ચા હતી, પરંતુ બાદમાં બન્નેના બ્રેકઅપના સમાચાર સામે આવ્યા હતા. માનવામાં આવે છે કે હવે વેદાંગના જીવનમાં નાઓમિકાનું ખાસ સ્થાન છે.