✕

ચાર દાયકા બાદ ફરી આવશે સાથે રજનીકાંત અને કમલ હાસન

30 October, 2026 11:06 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સુપરસ્ટાર રજનીકાંત અને કમલ હાસન છેલ્લે ૧૯૭૯માં તામિલ ફિલ્મમાં મુખ્ય કલાકારો તરીકે એકસાથે મોટા પડદા પર જોવા મળ્યા હતા. ત્યાર બાદ ૧૯૮૫માં આવેલી હિન્દી ફિલ્મ ‘ગિરફ્તાર’માં બન્ને મહેમાન કલાકારો તરીકે સાથે દેખાયા હતા.

રજનીકાંત, કમલ હાસન

રજનીકાંતની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘જેલર 2’ હાલમાં થિયેટરોમાં ધમાલ મચાવી રહી છે. ફિલ્મની સફળતા બાદ રજનીકાંતનું સંપૂર્ણ ધ્યાન હવે તેમની આગામી ફિલ્મ ‘ધર્મન’ પર છે. આ ફિલ્મનું કામ પણ શરૂ થઈ ચૂક્યું છે અને એમાં તેઓ સ્ટાઇલિશ ડૉક્ટરની ભૂમિકામાં જોવા મળશે. હવે રિપોર્ટ છે કે આ સિવાય એક ફિલ્મમાં રજનીકાંત અને કમલ હાસન ચાર દાયકાના લાંબા ગાળા બાદ સાથે કામ કરવાની તૈયારી કરી રહ્યા છે. આ ફિલ્મ સ્ટાઇલિશ ઍક્શન એન્ટરટેઇનર હશે અને એને મોટા બજેટમાં બનાવવાની યોજના છે. 

મળતી માહિતી પ્રમાણે આ ફિલ્મની સ્ક્રિપ્ટ લગભગ પૂરી થઈ ગઈ છે અને એનું શૂટિંગ આવતા વર્ષના મે મહિના સુધીમાં સત્તાવાર રીતે શરૂ થવાની શક્યતા છે. જોકે નિર્માતાઓ તરફથી હજી સુધી આ વિશેની અંતિમ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

છેલ્લે ક્યારે સાથે જોવા મળી હતી આ જોડી?
સુપરસ્ટાર રજનીકાંત અને કમલ હાસન છેલ્લે ૧૯૭૯માં તામિલ ફિલ્મમાં મુખ્ય કલાકારો તરીકે એકસાથે મોટા પડદા પર જોવા મળ્યા હતા. ત્યાર બાદ ૧૯૮૫માં આવેલી હિન્દી ફિલ્મ ‘ગિરફ્તાર’માં બન્ને મહેમાન કલાકારો તરીકે સાથે દેખાયા હતા.

ભૂમિ પેડણેકર સાથે ફરી જોડી જમાવશે અક્ષય

પ્રિયદર્શનની નવી કૉમેડી-થ્રિલર ફિલ્મ માટે આ સ્ટાર્સની પસંદગી થઈ છે

અક્ષય કુમારે દિગ્દર્શક પ્રિયદર્શન સાથે નવી અનટાઇટલ્ડ કૉમેડી-થ્રિલર ફિલ્મ માટે હાથ મિલાવ્યો છે. આ ફિલ્મની વાર્તા ૧૯૭૦ના દાયકાની પૃષ્ઠભૂમિ પર આધારિત હશે. ફિલ્મમાં અક્ષય કુમારની સામે લીડ રોલ માટે ભૂમિ પેડણેકરને પસંદ કરવામાં આવી છે. આ ફિલ્મમાં અક્ષય અને ભૂમિ ત્રીજી વખત એકસાથે કામ કરશે. આ પહેલાં બન્ને કલાકારોએ ‘ટૉઇલેટ : એક પ્રેમ કથા’ અને ‘રક્ષાબંધન’ જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. ‘ટૉઇલેટ : એક પ્રેમ કથા’ બૉક્સ-ઑફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી, જ્યારે ‘રક્ષાબંધન’ને દર્શકો તરફથી ખાસ પ્રતિસાદ મળ્યો નહોતો. હવે નવી કૉમેડી-થ્રિલર ફિલ્મમાં બન્ને કલાકારોની કેમિસ્ટ્રી ફરી જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ નવેમ્બરના છેલ્લા અઠવાડિયાથી શરૂ થવાની શક્યતા છે અને એ રાજસ્થાન, મુંબઈ અને ભોપાલનાં અલગ-અલગ સ્થળોએ આશરે ત્રણ મહિના સુધી ચાલશે.

rajinikanth kamal haasan upcoming movie entertainment news south indian film bollywood news bollywood gossips bollywood