24 January, 2026 12:38 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રજનીકાન્ત, શત્રુઘ્ન સિંહા, હેમા માલિનીની ફિલ્મ ૩૭ વર્ષ પછી રિલીઝ થશે
રજનીકાન્ત, શત્રુઘ્ન સિંહા, હેમા માલિની, અનીતા રાજ અને પ્રેમ ચોપડા જેવા કલાકારોને ચમકાવતી ફિલ્મ દાયકાઓ સુધી ડબ્બામાં બંધ રહ્યા પછી હવે રિલીઝ થવા જઈ રહી છે. ‘હમ મેં શહંશાહ કૌન’ નામની આ ફિલ્મમાં અમરીશ પુરી, જગદીપ જેવા સદ્ગત કલાકારો પણ છે. ૩૭ વર્ષ પછી રિલીઝ થનારી આ ફિલ્મનાં ગીત-સંગીત સદ્ગત આનંદ બક્ષી અને લક્ષ્મીકાંત-પ્યારેલાલનાં છે તથા ફિલ્મની કોરિયોગ્રાફી સદ્ગત સરોજ ખાનની છે. ફિલ્મના ડિરેક્ટર હર્મેશ મલ્હોત્રા પણ હવે હયાત નથી. આ ફિલ્મના શૂટિંગ પછી પ્રોડ્યુસર રાજા રૉય બિઝનેસ માટે લંડન શિફ્ટ થઈ ગયા હતા અને ત્યાં તેમના પુત્રનું અવસાન થતાં હતાશામાં સરી પડ્યા હતા. એ પછી પણ તેમના જીવનમાં ઘણી પ્રતિકૂળતાઓ આવી જેને પગલે ફિલ્મ અટકી પડી હતી. ફિલ્મ હવે રિલીઝ થવાની છે ત્યારે એમાં ટેક્નૉલૉજીને આધારે થોડોક મૉડર્ન ટચ આપવામાં આવ્યો છે.